Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પંજાબમાં હાઈ એલર્ટ

પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. પંજાબ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના માટે AAP સરકાર જવાબદાર છે.  ગાયકની સુરક્ષા ઘટાડીને AAP સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. સીએમ ભગવંત માને સિદ્ધુ મુસેવાલાની હત્યાની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવવાની જાહેરાત કરી છે. પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધ
પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પંજાબમાં હાઈ એલર્ટ
પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. પંજાબ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ ઘટના માટે AAP સરકાર જવાબદાર છે.  ગાયકની સુરક્ષા ઘટાડીને AAP સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. સીએમ ભગવંત માને સિદ્ધુ મુસેવાલાની હત્યાની તપાસ હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા કરાવવાની જાહેરાત કરી છે. પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 વર્ષની વયે રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૂઝવાલા મર્ડર કેસ પર પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. માને કહ્યું કે પંજાબ સરકાર તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. મુખ્યમંત્રીએ ડીજીપીના નિવેદન પર પણ સ્પષ્ટતા માંગી છે. મુખ્યમંત્રીએ સુરક્ષા ઘટાડવાના નિર્ણય અંગે તપાસના આદેશ પણ આપ્યા છે.  પંજાબ સહિત દેશભરમાં મૂસેવાલાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેમને યુવા આઇકોન માનવામાં આવતા હતા. તેના દરેક ગીતને કરોડો હિટ્સ મળતી હતી. પરંતુ જે દર્દનાક રીતે તેની હત્યા કરવામાં આવી હતી તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. 

શાર્પ શૂટરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો 
શુભદીપ સિંહ ઉર્ફે ગાયક સિદ્ધુ મુસેવાલા રવિવારે સાંજે 5:45 કલાકે જવાહરકે ગામ પહોંચ્યો હતો ત્યારે સિલ્વર રંગની કોરોલા અને સફેદ રંગની બુલેરો કારમાં આવેલા શાર્પ શૂટરોએ મુસેવાલાની ગાડીને ઓવરટેક કરીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. લગભગ દસ મિનિટ સુધી, ત્રણ અલગ-અલગ હથિયારોથી 30 ગોળી ચલાવવામાં આવી, જેમાંથી સાત મૂસેવાલાને વાગી હતી. અને ઘટનામાં સ્થળ પર તેમનું મોત થયું. 

મૂસેવાલાને ગેંગસ્ટરો તરફથી ધમકીઓ મળી હતી
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, મૂઝવાલાને ગેંગસ્ટરો તરફથી ધમકીઓ મળી હતી. આમ છતાં પંજાબની આમ આદમી પાર્ટી સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપી એક દિવસ પહેલા, મુસેવાલા સહિત 424 VIPની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી, અને બીજા જ દિવસે કેટલાક અજાણ્યા લોકોએ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે દિવસે હત્યા કરવામાં આવી તે દિવસે પંજાબી રેપરની સુરક્ષામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા સુધી સિદ્ધુની સુરક્ષામાં ચાર પોલીસ બંદૂકધારી હતા. આમાંથી બે સુરક્ષા કર્મચારીઓને પંજાબ સરકારે પાછા બોલાવ્યા હતા. ઘટના સમયે બંને સુરક્ષાકર્મીઓ સાથે ન હતા. સિદ્ધુ હંમેશા બુલેટપ્રૂફ વાહનમાં ડ્રાઇવિંગ કરતા હતા, પરંતુ રવિવારે સાંજે તેઓ પોતાની થારમાં સેલ્ફ ડ્રાઇવિંગ કરી જઇ રહ્યાં હતા, જે બુલેટપ્રૂફ નહતી. આ બધા પરથી એવું લાગે છે કે હુમલાખોરોને ખબર હતી કે સિદ્ધુ સાથે કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો.
 હત્યાનું  આયોજન બદ્ધ કાવતરું ઘડાયું  
હુમલાખોરો બે કારમાં આવ્યા હતા. સિદ્ધુ પોતાની કારમાં ખારા-બરનાલા ગામ જઈ રહ્યા હતાં. જે રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ઘટનાને અંજામ આપતા પહેલાં તેનો સંપૂર્ણ પ્લાન ઘડવામાં આવ્યો હતો. કોઈ ભૂલ ન થાય તે માટે સંપૂર્ણ આયોજન પણ હતું. 30 ગોળીઓમાંથી બે ગોળી મુસેવાલાને માથામાં, ત્રણ છાતીમાં અને બે હાથ પર વાગી હતી. ફાયરિંગ એટલું શાર્પ હતું કે સિદ્ધુ પોતાની સીટ પરથી ખસી શક્યા ન હતા. હુમલાખોરોએ આગળથી અને ડ્રાઇવરની બાજુથી ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા હુમલાખોરોમાંથી બેએ ઘટના બાદ મોબાઈલ દ્વારા કોઈને પણ સંપૂર્ણ માહિતી શેર કરી હતી. મહત્વનું છે કે  સિદ્ધુ મુસેવાલાની પાસે હંમેશા 45 બોરની વિદેશી પિસ્તોલ રહેતી હતી, જે તેમણે પોતાની સુરક્ષા માટે રાખી હતી, પરંતુ આરોપીએ મુસેવાલાને વિદેશી પિસ્તોલ ચલાવવાની તક સુદ્ધાં ન આપી. સૂત્રનામતે પંજાબી ગાયક મૂસેવાલાને મારવા માટે દિલ્હી અને મુંબઈના શાર્પ શૂટર્સને બોલાવવામાં આવ્યા હતા, જેમની પાસે ત્રણ આધુનિક વિદેશી હથિયારો હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

15 મેના રોજ રીલિઝ થયેલું તેમનું ગીત ખૂબ વાયરલ 
તેમણે વર્ષ 2016માં તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમના ગીતો ખૂબ પ્રખ્યાત થયાં હતાં. સિદ્ધુ તેમના ગીતોમાં બંદૂકો વિશે ગીતો ગાવા માટે જાણીતા હતા. ગાયકની કારકિર્દીનું પ્રથમ ગીત "જી વેગન" હતું. પરંતુ તેને લોકપ્રિયતા વર્ષ 2017માં આવેલા ગીત ‘સો હાઈ’થી મળી હતી. મૂસેવાલાના મૃત્યુ બાદ 15 મેના રોજ રીલિઝ થયેલું તેમનું ગીત ખૂબ વાયરલ થયું છે. તેના શબ્દો હતા..ઓહ ચૌબર દે ચેહરે ખટ્ટે નૂર દસદાનની, એહદા ખત્તેગા જવાની વિચ જનાજા મીઠીયે. ગીત રિલિઝ થયાંના બે અઠવાડિયા પછી સિદ્ધુ મુસેવાલાને ગોળી મારી દેવામાં આવી.

ધારાસભ્ય બનીને પોતાના લોકોની સેવા કરવા માંગતા હતાં
મુસેવાલાના નિધન બાદ તેમના ફેન્સ અને પરિવાર ઘણો શોકમાં છે. મુસેવાલાએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે ધારાસભ્ય બનવું તેમનું સપનું છે, તેઓ ધારાસભ્ય બનીને પોતાના લોકોની સેવા કરવા માંગે છે. સિદ્ધુએ કહ્યું હતું કે આ વખતે માનસાના લોકોએ ભલે તેમની તરફેણમાં રિઝલ્ટ નથી આપ્યું પરંતુ તેઓ હજુ પણ પોતાના લોકોની સેવા કરવાનું ચાલુ રાખશે.  તેમના અવસાન બાદ પાકિસ્તાનમાં પણ શોકનો માહોલ છે. કારણકે તેમણે આ વર્ષે લાહોર આવવાનું વચન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે જો તે કોઈ કામ કરવાનું નક્કી કરે છે, તો તે કરે છે. જ્યારે સિદ્ધુને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હવે તેણે લગ્ન કરવા પડશે. તેઓ તેમના માતા-પિતાની પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરશે. હવે તેમના પરિવારના સપનાઓ અધૂરાં છે. 


સિદ્ધુએ ઘણી વખત લાઈવ થઈને વિરોધીઓને પડકાર ફેંક્યો હતો
ગાયક સિદ્ધુ મુસેવાલા તેની ગાયકીની શરૂઆતથી જ વિવાદોમાં રહતાં હતાં જ્યારે વિરોધીઓએ સિદ્ધુને સોશિયલ મીડિયા સહિત અંગત રીતે નિશાન બનાવવાનું શરૂ કર્યું, ત્યારે સિદ્ધુ મુસેવાલાએ ફેસબુક પર લાઈવ થઈને પોતાના વિરોધીઓને પડકાર ફેંક્યો કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા લડવા માંગતા નથી. જો તમારામાં હિંમત હોય તો બધાએ સામી છાતીએ લડવું જોઈએ.
આ પહેલાં પણ અન્ય બે પંજાબી સિંગરની દર્દનાક હત્યા 
પંજાબના 80ના દાયકાના પ્રખ્યાત ગાયક અમર સિંહ ચમકીલાની. ચમકીલાને પણ સિદ્ધુ મુસેવાલાની જેમ ગોળી મારીને મારી  હત્યાં કરી દેવાઇ હતી.



 8 માર્ચ, 1988ના રોજ એક મોટરસાઇકલ ગેંગ દ્વારા અમર સિંહ ચમકીલાને ધોળે દિવસે દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. આ ગાયકની હત્યા માટે આતંકવાદીઓ દોષિત હોવાનું માનવામાં આવે છે. લોકોનું માનવું થે કે તે અમર પંજાબનો શ્રેષ્ઠ ગાયક હતો. આ કારણે અન્ય ગાયકોએ કાવતરું રચીને તેની હત્યા કરી નાખી. આ જ કારણ છે કે આ ગાયકનું મૃત્યુ અત્યાર સુધી એક રહસ્ય છે. જ્યારે ચમકીલાનું અવસાન થયું ત્યારે તેની ઉંમર 28 વર્ષની હતી.
 
રોપરના બિંદર્ખ ગામમાં જન્મેલા ગાયક સુરજીત બિંદરખિયાની પણ હત્યા થઇ હતી. 
સાથે જ રોપરના બિંદર્ખ ગામમાં જન્મેલા ગાયક સુરજીત બિંદરખિયાએ 'અદ્દી ઉતે ઘુમ્મ'ના ગીત 'જુગની'માં શ્વાસ લીધા વિના 28 સેકન્ડની લાંબી હેક કરી હતી. આ માટે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. 2003માં તેમણે પણ દુનિયાને અલવિદા કહ્યું. તેમના મૃત્યુથી સમગ્ર પંજાબનું મનોરંજન જગત હચમચી ગયુ હતું. તેમની પર હત્યા થઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.