Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pegasus જેવું વધુ એક સોફ્ટવેર આવ્યું સામે, હાઇપ્રોફાઇલ લોકોની કરી રહ્યું છે જાસૂસી!

પેગાસસ સ્પાયવેરનું નામ તો લગભગ હદા લોકોએ સાંભળ્યું હશે. લોકોની જાસૂસી કરવા માટે ઉપયોગમાં લેવાતા આ સોફ્ટવેરનો ઉપયોગ વિશ્વભરની ઘણી સરકારો દ્વારા કરવામાં આવતો હતો. જેના વિશે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સોફ્ટવેરની મદદથી ભારત સરકાર લોકોની જાસૂસી કરતી હતી. ત્યારબાદ ભારે હોબાળો પણ થયો હતો. પેગાસસ મુદ્દે વિપક્ષ દ્વારા સડકથી લઇને સંસદ સુધી હોબાળો કર્યો હતો. આ અંગે સરકાર à
pegasus જેવું વધુ એક સોફ્ટવેર આવ્યું સામે  હાઇપ્રોફાઇલ લોકોની કરી રહ્યું છે જાસૂસી
પેગાસસ સ્પાયવેરનું નામ તો લગભગ હદા લોકોએ સાંભળ્યું હશે. લોકોની જાસૂસી કરવા માટે ઉપયોગમાં લેવાતા આ સોફ્ટવેરનો ઉપયોગ વિશ્વભરની ઘણી સરકારો દ્વારા કરવામાં આવતો હતો. જેના વિશે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સોફ્ટવેરની મદદથી ભારત સરકાર લોકોની જાસૂસી કરતી હતી. ત્યારબાદ ભારે હોબાળો પણ થયો હતો. પેગાસસ મુદ્દે વિપક્ષ દ્વારા સડકથી લઇને સંસદ સુધી હોબાળો કર્યો હતો. 
આ અંગે સરકાર કોઇ વિશ્વાસપાત્ર જવાબ નહોતી આપી શકી. ત્યાં હવે આવા જ બીજા એક સોફ્ટવેરનું નામ સામે આવી રહ્યું છે, જે પેગાસસ જેટલું ખતરનાક કહેવાય છે. હર્મિટ નામના નવા સ્પાયવેરનો ઉપયોગ લોકોની જાસૂસી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ઘણા દેશોમાં આ સ્પાયવેરનો ઉપયોગ લોકોની જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો છે.
એસએમએસ દ્વારા ટાર્ગેટ સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરવામાં આવે
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર Hermit એક નવું એન્ડ્રોઈડ સ્પાયવેર છે. સરકારો દ્વારા તેનો ઉપયોગ હાઈ-પ્રોફાઈલ લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્પાયવેર દ્વારા જે હાઈ-પ્રોફાઈલ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ, માનવાધિકાર કાર્યકર્તા, પત્રકાર, સરકારી અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્પાયવેર એસએમએસ દ્વારા ટાર્ગેટ સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તે પ્રથમ કઝાકિસ્તાનમાં શોધાયું હતું. જોકે બાદમાં તે સીરિયા અને ઈટાલીમાં પણ જોવા મળ્યું હતું.
સાયબર સિક્યોરિટી કંપની લુકઆઉટ થ્રેટ લેબને જાણવા મળ્યું કે કઝાકિસ્તાનની સરકાર આ વર્ષે એપ્રિલમાં સ્પાયવેર હર્મિટનો ઉપયોગ કરી રહી હતી. સંશોધકોએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું, 'વિશ્લેષણના આધારે, હર્મિટ સ્પાયવેરને ઇટાલિયન સ્પાયવેર વિક્રેતા RCS લેબ અને ટેલિકોમ્યુનિકેશન સોલ્યુશન કંપની "Tyklab SRL" દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સંશોધકોએ કહ્યું કે તેમને શંકા છે કે આ ટેલિકોમ્યુનિકેશન સોલ્યુશન કંપની ફ્રન્ટ કંપની તરીકે કામ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.