Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત હેરિટેજ વોકનું આયોજન કરાયું

ફેકલ્ટી ઓફ કોમર્સ SMPIC GLS University દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ (college student)માટે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું . SMPICનો હંમેશા ઉદ્દેશ્ય ભણતરની સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ જ હેતુસર હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એકપણ દીવાલથી ન ઘેરાયેલા અને દરવાજાથી ગુજરાતીઓનું સ્વાગત કરતું અમદાવાદ શહેર àª
મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત હેરિટેજ વોકનું આયોજન કરાયું
ફેકલ્ટી ઓફ કોમર્સ SMPIC GLS University દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ (college student)માટે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું . SMPICનો હંમેશા ઉદ્દેશ્ય ભણતરની સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ જ હેતુસર હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એકપણ દીવાલથી ન ઘેરાયેલા અને દરવાજાથી ગુજરાતીઓનું સ્વાગત કરતું અમદાવાદ શહેર વિશ્વનું પહેલું હેરિટેજ સિટી છે.
હેરિટેજ વોકને મંદિરથી મસ્જીદ સુધી નામ આપવામાં આવ્યું હતું
કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરીને માણેકચોક જામા મસ્જીદ સુધીની બે કિલોમીટર લાંબી હેરિટેજ વોકમા વિધાર્થીઓએ શહેરની અલગ અલગ ઐતિહાસિક જગ્યાઓ વિશે માહિતી મેળવી હતી. આ હેરિટેજ વોકને મંદિરથી મસ્જીદ સુધી નામ આપવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ કવિ દલપતરામ ચોક,કેલિકો ડોમ,શાંતિનાથની પોલ,કલા રામજી મંદિર,જૈન દેરાસર, ગાંધી બ્રિજ, જૂનું શેરબજાર,રાણીનો હજીરો, બાદશાહનો હજીરો વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી દલપતરામના ઘરને ચોકમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. કાળા રામજી મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નથી અને રામજીની પ્રતિમા સ્વયંભૂ પ્રગટી છે  જૈન વિચારધારાથી પ્રેરિત ચબુતરો અને પોપટ ગોખથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. પોળમાં ખૂબ ઓછા ઝાડ હોવા છતાં અનેક પક્ષીઓનો કોલાહલે વિદ્યાર્થીઓ માટે આશ્ચર્ય જન્માવ્યું હતું. 

સંસ્કૃતિની બાંધકામ પ્રણાલીની બેનમૂન કલાકૃતિ વિશે વિદ્યાર્થીઓને માહિતી મળી 
પોળમાં રહેલી અલગ અલગ સંસ્કૃતિની બાંધકામ પ્રણાલીની બેનમૂન કલાકૃતિ વિશે વિદ્યાર્થીઓને માહિતી મળી હતી. પોળના મકાનોના દરવાજા સ્ક્રુ અને મિજાગરા વગર બનેલા હોવા છતાં સુરક્ષાના આજના આધુનિક બાંધકામ કરતા વધુ મજબૂત છે. હિન્દુ, જૈન અને ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ થકી બનેલા અપ્રતિમ પોળના ઘરોના વિદ્યાર્થીઓ સાક્ષી બન્યા હતા.એક પોળમાંથી બીજી પોળમાં જવા માટેના ગુપ્ત રસ્તા વિદ્યાર્થીઓ  પ્રાચીન સમયના સુરક્ષા વ્યવસ્થાથી માહિતગાર થાય હતા. વિદ્યાર્થીઓને પોતાના શહેરના અલગ અલગ ઐતિહાસિક સ્થળોનું મહત્વ સમજાયું હતું. હેરિટેજ વોક દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના ઐતિહાસિક વારસા વિશે જાગૃતિ આવી હતી  અંતે બાળકોએ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ ખાતે ફાફડા જલેબીની લહેજત માણી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રોફેસર ડૉ. સ્નેહા માસ્તર અને ડૉ. ભાવિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.