Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અહીં મોટાઓનું બાળપણ પાછુ ફર્યુ, કોઇકે લાકડીથી ચલાવ્યુ ટાયર તો કોઇ રમ્યુ સતોલિયા

આજના તણાવભર્યા જીવનમાં જો મોટેરાઓને  થોડા સમય માટે ફરીએકવાર બાળપણમાં જવાનો મોકો મળી જાય તો રાજીના રેડ થઈ જવાય , અને બસ એવા જ દ્રશ્યો આજે ગાંધીધામના ઝંડા ચોક ખાતે જોવા મળ્યા હતા યુવા ઉગોગપતિઓ, વેપારીઓ નગરપાલિકાના મહિલા પ્રમુખ, બાળકો સૌ કોઈએ  21મી સદીમાં નેવુંના દાયકાની  રમતો રમીને આનંદ માણ્યો હતો. ગાંધીધામ અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માટે કેન્દ્રમાં મોબાઈલ અને આધુનિક à
અહીં મોટાઓનું બાળપણ પાછુ ફર્યુ  કોઇકે લાકડીથી ચલાવ્યુ ટાયર તો કોઇ રમ્યુ સતોલિયા
આજના તણાવભર્યા જીવનમાં જો મોટેરાઓને  થોડા સમય માટે ફરીએકવાર બાળપણમાં જવાનો મોકો મળી જાય તો રાજીના રેડ થઈ જવાય , અને બસ એવા જ દ્રશ્યો આજે ગાંધીધામના ઝંડા ચોક ખાતે જોવા મળ્યા હતા યુવા ઉગોગપતિઓ, વેપારીઓ નગરપાલિકાના મહિલા પ્રમુખ, બાળકો સૌ કોઈએ  21મી સદીમાં નેવુંના દાયકાની  રમતો રમીને આનંદ માણ્યો હતો. ગાંધીધામ અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માટે કેન્દ્રમાં મોબાઈલ અને આધુનિક જીવનમા વર્તુળમાં અટવાયેલા બાળકોને જીવન ઘડતર સાથે રમતનું મહત્વ પણ સમજાવવાનો હેતુ રખાયો હતો.  કોથળા દૌડ, નિબુ ચમચી, સતોલિયા  સાપ સીડી યોગા સહિતની રમતો રમાડ઼ાઈ હતી. આ પ્રર્સેગે ઉપસ્થિત રહેલા નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ  લાકડી વડે ટાયર ચલાવવા અને કુકરી ગેમનો આનંદ માણ્યો હતો. 
કચ્છનું ગાધીધામ શહેર ઔઘોગિક વિકાસથી ધમધમી રહયુ છે. યાત્રિંક જીવન વચ્ચે હરવા ફરવા કે અન્ય પ્રવતિમાં રચ્યા પચ્યા રહેતા આજના યુવાનો, બાળકો ખાસ કરીને  જીવન ઘટતરમાં મહત્વનું યોગદાન આપતી વિવિધ રમતોથી અજાણ થઈ રહયા છે. આ સ્થિતીમાં અગ્રવાલ સમાજના  યુવાન સંગઠનો દ્વારા સ્ટ્રીટ ફેસ્ટીવલ 2.0નું આયોજન કરાયું હતું. જેમાં નેવુંના દાયકાની ઘર બહાર રમાતી રમતોએ આકર્ષણ જમાવ્યુ હતું. 
 
અગ્રવાલ સમાજના યુવા અગ્રણી મધુર બસંલે જણાવ્યું હતું કે આજના બાળકો મોબાઈલ અને ટેબલેટની દુનિયામાં ખોવાયેલા રહે છે ખાસ કરીને કોરોનાકાળ બાદ ઓનલાઈન અભ્યાસને પગલે બાળકો મોબાઈલ તરફ વધુ વળી ગયા છે. આ તમામ બાળકોને જીવનના મુલ્યો શીખવતી વિવિધ રમતોથી વાકેફ કરવા આ ખાસ આયોજન કરાયુ છે. અનેક લોકોએ આ આયોજનમાં સહભાગી થઈને તમામ રીતે આનંદ લીધો હતો. 
સ્ટ્રીટ ફેસ્ટીવલના મુખ્ય મહેમાનપદે આવેલા નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ આયોજકોને અભિનંદન આપીને સાથે વિવિધ રમતો નિહાળી બાળપણને વાગોળવા સાથે હાથમાં નાનકડી લાકડી લઈને ટાયર ચલાવવાનો આનંદ માણ્યો હતો સાથે જમીન પણ કુંડાળા કરીને કુકરી વડે રમાતી રમત રમીને  હાસ્ય સાથે બાળપણને યાદ કરી લીધું હતું.  આયોજનમાં ભાગ લેનાર વિવિધ વિજેતાઓએ અગ્રણી ડો નીતિન ઠકકરના હસ્તે સન્માનિત કરાયા હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.