Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અહીં સ્કૂલ બસ નહીં બળદગાડામાં બેસીને છોકરીઓ અભ્યાસ કરવા આવે છે

આધુનિકતાના યુગમાં પ્રાચીનતાને જોવી હોય તો વ્રજભૂમિમાં આવો. આસ્થાની સાથે અહીં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પણ સંગમ જોવા મળે છે. 21મી સદીના હાઇ સ્પીડ અને લક્ઝરી વાહનોના યુગમાં વિદ્યાર્થીઓ અહીં બળદગાડી (બુલ પાવર) દ્વારા શાળામાં આવે છે. વૃંદાવનની એક શૈક્ષણિક સંસ્થા ગ્રામીણ વિસ્તારોમાંથી શાળામાં વિદ્યાર્થીઓને લઈ જવા માટે બળદ ગાડાનો ઉપયોગ કરી રહી છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા બળદગાડàª
અહીં સ્કૂલ બસ નહીં બળદગાડામાં બેસીને છોકરીઓ અભ્યાસ કરવા આવે છે
આધુનિકતાના યુગમાં પ્રાચીનતાને જોવી હોય તો વ્રજભૂમિમાં આવો. આસ્થાની સાથે અહીં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પણ સંગમ જોવા મળે છે. 21મી સદીના હાઇ સ્પીડ અને લક્ઝરી વાહનોના યુગમાં વિદ્યાર્થીઓ અહીં બળદગાડી (બુલ પાવર) દ્વારા શાળામાં આવે છે. વૃંદાવનની એક શૈક્ષણિક સંસ્થા ગ્રામીણ વિસ્તારોમાંથી શાળામાં વિદ્યાર્થીઓને લઈ જવા માટે બળદ ગાડાનો ઉપયોગ કરી રહી છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા બળદગાડાના ઉપયોગથી કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે તો કેટલાક લોકો તેને ભારતીય સંસ્કૃતિ માટે એક આદર્શ પગલું માને છે. શાળાએ આ અનોખા શાળા વાહનનું નામ બુલ પાવર રાખ્યું છે.
ચૈતન્ય બિહાર કોલોની સ્થિત સાંદીપનિ મુનિ શિક્ષણ સંસ્થા ગ્રામીણ વિસ્તારની છોકરીઓને મફત શિક્ષણ આપે છે. શાળામાં ધોરણ 1 થી 12 સુધીની 1500 જેટલી વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહી છે. જેમાં સુનરખ, કીકી કા નાગલા, ગોપાલગઢ, રાજપુર, દેવી અટાસ વગેરે ગામોની છોકરીઓ અભ્યાસ માટે આવે છે. સંસ્થાએ વાન, બસ, રિક્ષાને બદલે બાળકોને લઈ જવા માટે બે બળદ દ્વારા ચાલતી  બળદગાડી બનાવી છે.
 સાંદીપનિ મુનિ શિક્ષણ સંસ્થાના પીઆરઓ પાર્થ સારથીના જણાવ્યા અનુસાર આ યોજના લગભગ 12 વર્ષથી ચાલી રહી છે. આ બળદગાડામાં 25થી વધુ બાળકો બેસી શકે છે. સાથે જ શાળામાં કુલ 11 બળદગાડા ચલાવવામાં આવે છે. પાર્થ સારથી કહે છે કે બળદગાડાને કારણે હવા અને ધ્વનિ પ્રદૂષણ ઉપરાંત ઇંધણની બચત અને અકસ્માતની શક્યતાઓ પણ નહિવત છે. સાથે જ પરંપરાગત વાહનોમાં  પ્રાણીઓને બચાવવા એ પણ એક ધ્યેય છે. આ સમગ્ર વ્યવસ્થા  ઇટાલીના રઘુનાથ દ્વારા સંચાલિત છે, જેને હવે ભારતીય નાગરિકતા મળી છે. આ શાળામાં ઘોરણ 12સુધી મફત શિક્ષણ મળે છે. 
આ બળદગાડાઓ દ્વારા લગભગ છ કિલોમીટરની ત્રિજ્યામાંથી બાળકોને શાળાએ લાવવામાં આવે છે. આ બળદગાડા  તંદુરસ્ત બળદ દ્વારા ચલાવવામાં આવે છે. બળદગાડામાં બાળકોને તડકા અને વરસાદથી બચાવવા માટે ફાઈબર શીટની  ઝૂંપડી બનાવવામાં આવી હતી, જ્યારે બળદગાડાને ચારે બાજુથી લાકડાના પટ્ટાઓથી ઢાંકવામાં આવે છે. જેની ઉપર જાળી લગાવવામાં આવી છે તેમજ બળદગાડામાં બાળકો માટે સીડીઓ છે અને પાછળના દરવાજા પર જાળી પણ છે. સાથે જ બળદના ગળામાં ઘૂંઘરૂ વાગે છે. જેનાથી રસ્તા પર જતા લોકોને ખબર પડે છે કે કોઈ આવી રહ્યું છે. રસ્તા પર સતત ચાલવાને કારણે બળદ બાળકોના ઉતરવાના સ્થળે આપોઆપ અટકી જાય છે. 
બાળકોને પણ બળદ પ્રત્યે ઘણો પ્રેમ  છે. સાન્દીપનિ મ્યુનિ સ્કૂલના મેનેજર નીરજ સેહગલે જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓ દરરોજ બળદ ગાડામાં આવવાનું અને ગીતો ગાવાનું પસંદ કરે છે. ગ્રામીણ રસ્તાઓ પર, આનાથી વધુ સુરક્ષિત અને શ્રેષ્ઠ કોઈ સાધન નથી. જેના કારણે વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ સિવાય ઇંધણની શક્યતા રહેતી નથી. પરંપરાગત વાહનોમાં બુલ પાવરનું સંરક્ષણ એ પણ એક ધ્યેય છે. સાન્દીપનિ મુનિ સ્કૂલના બ્રાન્ડ એમ્બેસેડર ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય છે. વિવેક ઓબેરોય પોતાનો જન્મદિવસ આ શાળાના બાળકો સાથે ઉજવે છે. સુષ્મિતા સેન સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓ અહીં આવી ચુકી છે.
Advertisement
Tags :
Advertisement

.