ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ 5 ખરાબ આદતો જે તમને નહીં થવા દે પૈસાદાર ,જાણી લો તમે પણ

જ્યારે પણ આપણા જીવનમાં કંઇક ખરાબ થાય છે, ત્યારે તે સૌથી પહેલા પોતાના નસીબને કોસવા લાગીએ છીએ.  પરંતુ આપણે એ જાણતા નથી કે  દરેક ખરાબ પરિણામ પાછળ નસીબ કરતાં આપણી ખરાબ ટેવો વધુ જવાબદાર હોય છે.  તો ચાલો આપણે જાણીએ કઈ છે આ ખરાબ આદતો.નખ ચાવવા - ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોને નખ ચાવવાની ખૂબ જ ખરાબ આદત હોય છે. જ્યોતિષ અનુસાર નખ ચાવવાથી આપણી કુંડળીમાં સૂર્ય નબળો પડે છે, જેના કારણે આપણું અàª
12:51 PM May 30, 2022 IST | Vipul Pandya
જ્યારે પણ આપણા જીવનમાં કંઇક ખરાબ થાય છે, ત્યારે તે સૌથી પહેલા પોતાના નસીબને કોસવા લાગીએ છીએ.  પરંતુ આપણે એ જાણતા નથી કે  દરેક ખરાબ પરિણામ પાછળ નસીબ કરતાં આપણી ખરાબ ટેવો વધુ જવાબદાર હોય છે.  તો ચાલો આપણે જાણીએ કઈ છે આ ખરાબ આદતો.

નખ ચાવવા
ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોને નખ ચાવવાની ખૂબ જ ખરાબ આદત હોય છે. જ્યોતિષ અનુસાર નખ ચાવવાથી આપણી કુંડળીમાં સૂર્ય નબળો પડે છે, જેના કારણે આપણું અશુભ નસીબ થાય છે. એટલે કે સમાજમાં નિંદાનું  વધે છે.
પગ ઘસીને ચાલવાની  આદત :
કેટલાક લોકોને પગ ઘસીને ચાલવાની ખરાબ આદત હોય છે. આમ કરવાથી આપણા  લગ્નજીવન  તેની અસર થતી હોય છે . ઘણીવાર તેના કારણે દામ્પત્ય જીવનમાં બિનજરૂરી ઝગડા થતા  હોય છે.

આડાઅવળા રાખેલા ચપ્પલ :
જે લોકો જૂતાં અને ચપ્પલ ઘરમાં આડાઅવળા રાખે છે તેમના નસીબ પર પણ ખરાબ અસર પડે છે. આ કરવાથી જીવનમાં બિનજરૂરી ભાગદોડ  વધે છે. તેમજ  આ ભાગ દોડ પાછળ માણસને  સફળતા  મેળવવી  મુશ્કેલ  થઇ  જતી  હોય છે.
ઘરની આસપાસ  ગંદકી :
જયોતિષ શાસ્ત્ર  અનુસાર  ઘરે  કે ઘરની આસપાસ ગંદકી  કરવી એ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી જીવનમાં સુખ  અને સમૃદ્ધિ કાયમ  રહેતી નથી. તેથી આપણે  ઘરની આસપાસ  સ્વચ્છતા  રાખવી જોઈએ .

રસોડામાં ગંદકી:
ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોનું રસોડું બધી વસ્તુઓથી જ ફેલાયેલું અને વિખરાયેલું હોય છે. રસોડામાં વાસણો કે મસાલાના બોક્સ આડાઅવળા ન રાખવા જોઈએ એવું કરવાથી  ઘરમાં ખર્ચ વધે છે અને પૈસા હાથમાં આવતા નથી. 
Tags :
5badhabitsGujaratFirstwon'tletyougetrichyouknow
Next Article