Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઈમાં વરસાદે ભારે કરી, અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં સોમવારથી બુધવાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જીહા, ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં આગામી 3 દિવસ સુધી 'ખૂબ જ ભારે વરસાદ' થવાની સંભાવના છે. જોકે, અહીં સતત વરસાદ ચાલું છે. IMD issues red alert for rainfall in Maharashtra districtsRead @ANI Story |https://t.co/JMm3dw0EH0#IMD
05:04 AM Aug 09, 2022 IST | Vipul Pandya
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં સોમવારથી બુધવાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જીહા, ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં આગામી 3 દિવસ સુધી "ખૂબ જ ભારે વરસાદ" થવાની સંભાવના છે. જોકે, અહીં સતત વરસાદ ચાલું છે. 

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વરસાદી તાંડવ યથાવત છે. અહીં ભારે પવન અને વરસાદથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. ખાસ કરીને મુંબઈમાં નીંચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મુંબઈના વસઈ, નાલાસોપારા અને વિરારમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે ઘણી શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. સમગ્ર મહારાષ્ટ્રની જો વાત કરીએ તો અહીં 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. IMD મુજબ, આજે સવારે 11 વાગ્યા સુધી મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘરમાં અલગ-અલગ સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા તેજ પવન સાથે તીવ્રથી ભારે વરસાદની સંભાવના છે. સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં, ભારે પવન સાથે ભારે વરસાદની વચ્ચે મુંબઈમાં મરીન ડ્રાઈવને ઉંચી ભરતી જોઈ શકાય છે.


પાલઘર અને થાણે જિલ્લામાં પણ 11 ઓગસ્ટ સુધી 'ઓરેન્જ' એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલઘર, થાણે, નાસિક, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદ, અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર, વર્ધા, વાશિમ અને યવતમાલમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર અને સતારામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી કરતી એજન્સીએ મંગળવારે પુણેની આસપાસના ઘાટ વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને પુણે શહેરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. “પુણે શહેરની મર્યાદાઓમાં પણ, 9 ઓગસ્ટના રોજ વાદળછાયું આકાશ, કેટલાક તીવ્ર હવામાન અને મધ્યમથી અલગ ભારે વરસાદની આગાહી છે.  
આ પણ વાંચો - હિમાચલ પ્રદેશના ચંમ્બા માં વાદળ ફાટ્યું, એકનું મોત, અનેક ઘરોને નુકસાન
Tags :
AlertGujaratFirstheavyrainMUMBAIMumbairainRain
Next Article