મુંબઇમાં ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
મુંબઇમાં ગુરુવાર રાતથી શરુ થયેલો ભારે વરસાદ શુક્રવારે પણ યથાવત રહ્યો છે. મુંબઇમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વરસાદના કારણે મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મુંબઇના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. અંધેરી સબ વેની આસપà
Advertisement

મુંબઇમાં ગુરુવાર રાતથી શરુ થયેલો ભારે વરસાદ શુક્રવારે પણ યથાવત રહ્યો છે. મુંબઇમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વરસાદના કારણે મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે.
મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મુંબઇના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. અંધેરી સબ વેની આસપાસના રસ્તાઓ પાણીમાં જળબંબાકાર થયા છે અને નાળાઓમાં પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે. આસપાસના મકાનોમાં પણ પાણી ભરાઇ ગયા છે. અંધેરી સબવેમાં પાણી ભરાતા બેરીકેડ ગોઠવી દેવાયા છે અને સબ વે ને બંધ કરી દેવાયો છે.
મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. સવાર સુધીમાં સાંતાકુઝમાં 175 એમએમ વરસાદ નોંધાયો હતો. આગામી 24 કલાક મુંબઇમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
Advertisement