અસાની વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, 33 જેટલી ફ્લાઇટ્સ રદ્દ કરાઇ
બંગાળની ખાડીમાં પહોંચેલું અસાની તોફાન હવે એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. મંગળવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નઈમાં ઘણી એરલાઈન્સની ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. વિશાખાપટ્ટનમ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર શ્રીનિવાસે કહ્યું કે ઈન્ડિગોએ ખરાબ હવામાનને કારણે 23 ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. તેમણે કહ્યું કે વિશાખાપટ્ટનમમાં ખરાબ હવામાનને કાર
Advertisement
બંગાળની ખાડીમાં પહોંચેલું અસાની તોફાન હવે એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. મંગળવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નઈમાં ઘણી એરલાઈન્સની ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. વિશાખાપટ્ટનમ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર શ્રીનિવાસે કહ્યું કે ઈન્ડિગોએ ખરાબ હવામાનને કારણે 23 ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. તેમણે કહ્યું કે વિશાખાપટ્ટનમમાં ખરાબ હવામાનને કારણે એર એશિયાની ચાર ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી છે. ચેન્નાઈ એરપોર્ટ પરથી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, જયપુર અને મુંબઈની 10 ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.
ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે ચક્રવાતને કારણે આજે તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાના ઘણા આંતરિક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય IMDએ આસામ, મેઘાલયમાં પણ બુધવારથી શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ચક્રવાત પર નજર રાખી રહ્યું છે અને તેણે અત્યાર સુધીમાં આ સંબંધમાં 20 બુલેટિન જાહેર કર્યા છે, જેથી સ્થાનિક વહીવટીતંત્રને વાવાઝોડા વિશે માહિતગાર કરી શકાય. ઉલ્લેખનીય છે કે ચક્રવાતને કારણે સોમવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી મધ્યમ વરસાદ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડીમાં દરિયાઈ હિલચાલ વધુ તીવ્ર થવાની સંભાવના છે અને માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયા કિનારા પર પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓ 13 મે સુધી સ્થગિત કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ઓડિશાના ખુર્દા, ગંજમ, પુરી, કટક અને ભદ્રક જિલ્લામાં બેથી ત્રણ ઇંચ વરસાદ થયો હતો.