Haryana માં ભારે વરસાદ, 16 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
હરિયાણામાં ભારે વરસાદને (Heavy Rain) કારણે હાલત ખરાબ થઈ છે. રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ પડવાથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અહીં ભારે વરસાદ પડવાની શક્યાતા છે. 16 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું...
05:32 PM Jul 10, 2023 IST
|
Hiren Dave
હરિયાણામાં ભારે વરસાદને (Heavy Rain) કારણે હાલત ખરાબ થઈ છે. રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ પડવાથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અહીં ભારે વરસાદ પડવાની શક્યાતા છે. 16 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હરિયાણામાં ઘણી જગ્યાએ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિને જોતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઈમરજન્સી મીટીંગ બોલાવી હતી. આ બેઠકના કારણે તેમણે તેના તમામ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા હતા.
Next Article