Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં અનરાધાર વરસાદ, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 135 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું હતું. રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિ
ગુજરાતમાં અનરાધાર વરસાદ  8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 135 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું હતું. રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિલોડામાં 2 ઇંચ, માલપુર ને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુનોખ વાંસેરામાં આજે સવારે દોઢ કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ થતાં સુનોખ શોભાયડા રોડ બંધ રોડ ઉપર પાણી ફરી વળતાં નદી જેવો માહોલ સર્જાયો છે. ગઈકાલ રાત્રીથી અત્યાર સુધીમાં  8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 
હજુ ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ આપણ આગામી બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઇ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પાણીની સપાટી વધી છે.  છેલ્લા 11 દિવસમાં ડેમની જળ સપાટીમાં 10 ફુટ અને 23 ટકાનો વધારો નોંધાયો છે.  હજુ પણ આવતી કાલે  17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ
બનાસકાંઠાના દાંતીવાડામાં 2 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ભિલોડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ ગયો છે. ભિલોડના ગ્રામ્ય વિસ્તારો લીલછા,ખલવાડ,માકરોડા, નવા ભવનાથ, વિસ્તારમાં વરસાદ ખાબકતાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તો આ તરફ  ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુનસર ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળતાં નદી કિનારાના 20 ગામડાંઓને  એલર્ટ કરાયા છે.  તો બીજી તરફ બનાસકાંઠામાં પણ મેધમહેર યથાવત છે. હવામાન ખાતાની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા તાલુકાના ટીંટોઇ ગામમાં મોડી રાત્રીથી અત્યાર સુધી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે આશરે 6 થી સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ટીંટોઇ તથા આજુબાજુના વિસ્તારમાં સીઝનમાં પહેલી વખત સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીંટોઇ તથા આજુબાજુના વિસ્તારના નદી નાળાઓ અને તળાવ છલકાયા છે. નદી જેવા વહેતા પાણીને જોવા માટે ગામના સ્થાનિકોના ટોળેટોળા ઊમટી પડ્યા છે. વધતા વરસાદને પગલે નદીકાંઠે વસવાટ કરતા ગ્રામજનોની ચિંતા વધી છે. સાથે જ નદીનાળામાં અમુક ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. સાથે જ માછીમારોને સાવચેત રહેવા અપાઈ સૂચના અપાઇ છે.
જાણો ક્યાં કેટલો વરસાદ 
વડગામમાં પણ 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
સાબરકાંઠાના ઈડરમાં પણ 1.5 ઈંચ વરસાદ
અરવલ્લીના ભિલોડામાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ
બનાસકાંઠાના ધાનેરામાં સરેરાશ 1.5 ઈંચ વરસાદ
દાંતા અને અંબાજી પથકમાં પણ સાર્વત્રિક વરસાદ
વલસાડ જિલ્લામાં અવિરત વરસાદ
આ વિસ્તારો હાઇ એલર્ટ પર
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા જળસપાટીમાં વધારો
ભરૂચ નજીક નર્મદા નદી વહેતી થઈ બે કાંઠે
નર્મદા ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી આવ્યું છોડવામાં
નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
શામળપુર પાસેના હાઇવે પર ભરાયા પાણી 
શામળાજી બજારમાં ભરાયા વરસાદી પાણી
હાથમતી નદીમાં ઘોડાપૂર
 આ વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાયો 
હાથમતી નદીમાં પાણીની આવક વધતા પશુઓ ફસાયા
સ્થાનિક લોકોએ પશુઓને કાઢ્યા બહાર
અચનાક હાથમતીમાં ઘોડાપૂર આવાત નદી કાંઠે વહેતી થઈ
ચાપલાનાર, હિંમતપુર, ખેડ, ચાંદરણી ગામોને કરાયા એલર્ટ
માંગરોળ તાલુકાના 5 રસ્તાઓ વરસાદના કારણે બંધ
આંબાવાડી થી ખાડીપાર રોડ કરાયો બંધ
માંગરોળથી નાની પારડી રોડ કરાયો બંધ
વેલાછાથી સેઠી માર્ગ બંધ કરવામાં આવ્યો
વેલાછા-મોટા બોરસરાથી હાથોડા ગામે પાણી ભરાતા બંધ
બનાસકાંઠાના ધાનેરામાં ઘોઘમાર વરસાદ
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
હાઈવે માર્ગ પાસે વરસાદના ભરાયા પાણી
પાણી ભરતા સ્થાનિક લોકો પરેશાન
રામદેવરા જતા પદયાત્રીઓ થયા પરેશાન
 

 અહીં વરસાદે સર્જી તારાજી 
શામળાજી બજારમાં પૂર જેવી સ્થિતિ
શામળાજીની બજારમાં વરવા દ્રશ્યો આવ્યા સામે
દુકાનોમાં પાણી ઘૂસતા દુકાનદારોને નુકસાન
ભિલોડા તાલુકામાં વરસાદથી તારાજી 
કાગડા-મહુડા પાસેનો બ્રિજ તૂટ્યો
બ્રીજ તૂટતા વાહનચાલકોને ભારે પરેશાની 
સુરતમાં સર્જાયું ખાડી પૂરનું સંકટ
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા
પાણી ભરાતા હજારો વાહનચાલકો અટવાયા
દુકાનો અને પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ
 વરસાદને પગલે તારાજી
અરવલ્લીની ગિરિમાળાઓ પરથી પહાડો ધસી પડ્યા
શામળાજી નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ 
ચટ્ટાનો પડતા અનેક વાહનોને નુકશાન 
નેશનલ હાઇવે બ્લોક થતા વાહન વ્યવહાર ખોરવાયો
નવસારીમાં વરસાદ બાદ પૂર્ણા નદી બે કાંઠે
ગુરૂકુળ સુપા અને કુરેલને જોડતો બ્રિજ પાણીમાં
લો-લેવલ બ્રિજ વરસાદ બાદ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીની સપાટી 17 ફૂટને પાર થઇ
સાબરકાંઠા પંથકમાં મેઘમહેર યથાવત્
સાબરકાંઠામાં વરસાદને પગલે છલકાયા નદીનાળાં
સાબરકાઠાની હરણાવ નદીમાં ઘોડાપૂર
હરણાવ નદીમાં 2000 ક્યુસેક પાણીની આવક
હરણાવ જળાશયના ખોલાયા ત્રણ ગેટ
 નદી નાળાઓ છલક્યા 
મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી
દમણગંગા નદીમાં છોડાયું 9000 ક્યુસેક પાણી
સરદાર સરોવર ઓવરફ્લો થતા  ડેમના 13 દરવાજા 16 ફૂટ ખોલાયા 
તવા ડેમમાંથી 3 લાખ 4 હજાર ક્યુસેક પાણી છોડાયું 
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા જળસપાટીમાં વધારો
ભરૂચ નજીક નર્મદા નદી વહેતી થઈ બે કાંઠે
આ ડેમના જળસ્તરમાં વધારો
સરદાર સરોવર ડેમની સપાટી 134.93 મીટરે પહોંચી
3,33,056 ક્યુસેક પાણીની આવક નોંધાઈ
ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા પાણીની આવક વધી
23 દરવાજા 2.25 મીટર સુધી ખોલીને પાણી છોડાયું 
રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન
45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું 
Advertisement
Tags :
Advertisement

.