અમદાવાદમાં જળબંબાકાર વરસાદ, જોઈ લો તસવીરો
લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.જોકે ટૂંકા સમયગાળામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ છે.ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં હાટકેશ્વર, રામોલ, રખિયાલ, બાપુનગર, નિકોલ, નારોલ સહિતના વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.જોકે અસહ્ય બફારા અને ઉકળાટ થી અમદાવાદીઓને ગરમીથી
લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.જોકે ટૂંકા સમયગાળામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ છે.ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં હાટકેશ્વર, રામોલ, રખિયાલ, બાપુનગર, નિકોલ, નારોલ સહિતના વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.જોકે અસહ્ય બફારા અને ઉકળાટ થી અમદાવાદીઓને ગરમીથી રાહત મળી છે.
અમદાવાદમાં 3 કલાકમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિરાટનગર, રામોલ સહિતના વિસ્તારોમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં ભારે વરસાદના પગલે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. રાયખડ વિસ્તારમાં આવેલા ચિસ્તીવાડમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઇ છે જ્યારે આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા માંડવીની પોળમાં પણ એક જૂનું મકાન ધરાશાયી થયું હતું.
શિવરંજની બ્રિજથી શ્યામલ તરફ જવાના રસ્તે બંને બાજુનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો.જેના કારણે વાહન વ્યવહાર પર મોટી અસર પડી હતી. કેટલાકની ગાડીઓ બંધ થઈ હતી. તો કેટલાક લોકોએ મહામુસીબતે તળાવ બની ચૂકેલા રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું.
Advertisement