Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સહિત દેશના આ વિસ્તારમાં ભારે વરસાદની છે આગાહી

દેશના લગભગ તમામ વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે ઘણી જગ્યાએ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ તળાવ બની ગયા છે. બધે માત્ર પાણી જ પાણી દેખાય છે.હવામાન વિભાગ (IMD)એ આગામી 3 થી
ગુજરાત સહિત દેશના આ વિસ્તારમાં ભારે વરસાદની છે આગાહી
દેશના લગભગ તમામ વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે ઘણી જગ્યાએ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ તળાવ બની ગયા છે. બધે માત્ર પાણી જ પાણી દેખાય છે.
હવામાન વિભાગ (IMD)એ આગામી 3 થી 4 દિવસ દરમિયાન છત્તીસગઢ, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઓડિશા, કોંકણ, ગોવા, કેરળ, માહે, કોસ્ટલ કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ આજે ​​દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું આકાશ અને વરસાદની આગાહી કરી છે. આ સાથે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે. બીજી તરફ પૂર્વ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે થોડા દિવસો સુધી વરસાદથી રાહત મળવાની નથી.
હવામાન વિભાગે જણાવ્યું કે, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તમિલનાડુ, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ IMDએ દિલ્હીના વરસાદને લઈને આગાહી કરી છે કે, 20 જુલાઈથી વરસાદ ફરી વધવાની સંભાવના છે. 
દેશની રાજધાની દિલ્હીમાં 20 અને 23 જુલાઈ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીની આસપાસ મોનસૂન ટ્રફ યથાવત છે. તે 20 જુલાઈએ દિલ્હીની નજીક હશે. જેના કારણે વરસાદ વધવાની સંભાવના છે. 20થી 23 જુલાઈ સુધી રાજધાનીના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. નિષ્ણાંતોના મતે જુલાઈ દરમિયાન રાજધાનીમાં વરસાદ સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે. સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા ઓછી છે.
Advertisement
Tags :
Advertisement

.