Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

9-10 ફેબુઆરીએ યોજાનાર અર્બન-20 બેઠકની તડામાર તૈયારી

દેશમાં પહેલીવાર અમદાવાદ (Ahmedabad)માં આગામી મહિને અર્બન-20 (Urban-20)અંતર્ગત શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. આ સંદર્ભમાં 8 ફેબ્રુઆરીથી વિદેશી ડેલિગેટ્સનું અમદાવાદ ખાતે આગમન થશે અને 9 અને 10 ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાશે. વિદેશી ડેલિગેટ્સના સ્વાગત માટે તથા સમગ્ર બેઠક દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતા વિવિધ પર્ફોમન્સ પણ યોજાશે. જેમાં ખાસ કરીને નર્મદાષ્ટકમ પર આધારિત નૃત્ય, પઢાર મંજà
09:44 AM Jan 27, 2023 IST | Vipul Pandya
દેશમાં પહેલીવાર અમદાવાદ (Ahmedabad)માં આગામી મહિને અર્બન-20 (Urban-20)અંતર્ગત શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. આ સંદર્ભમાં 8 ફેબ્રુઆરીથી વિદેશી ડેલિગેટ્સનું અમદાવાદ ખાતે આગમન થશે અને 9 અને 10 ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાશે. વિદેશી ડેલિગેટ્સના સ્વાગત માટે તથા સમગ્ર બેઠક દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતા વિવિધ પર્ફોમન્સ પણ યોજાશે. જેમાં ખાસ કરીને નર્મદાષ્ટકમ પર આધારિત નૃત્ય, પઢાર મંજીરા રાસ, સીદી ધમાલ નૃત્ય તથા વિવિધ રાગ પર આધારિત ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પર્ફોમન્સ રજૂ થશે. 

દીવા ડાન્સ અને મણિયારો રાસ સહિતના કાર્યક્રમો પણ રજૂ થશે
કાંકરિયા ખાતે યોજાનાર ગાલા ડિનર દરમિયાન જાણીતા ફ્લૂટ આર્ટીસ્ટ આલાપ દેસાઈ પર્ફોમ કરશે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ રાગ પર આધારિત ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક રજૂ થશે. સાથે જ 9 ફેબ્રુઆરીના રોજ રાસ, ગરબા તથા કચ્છી ઘોડી, દીવા ડાન્સ અને મણિયારો રાસ સહિતના કાર્યક્રમો પણ રજૂ થશે. 
અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે
જી-20ની ભારતની અધ્યક્ષતાના ભાગરુપ અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરીના રોજ અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. તથા જુલાઇ 2023માં અર્બન-20ના મેયરની બેઠક યોજાશે. ક્લાઇમેટ-40 અને યુનાઇટેડ સિટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અર્બન-20 શેરપા ઇન્સેપ્શન મીટીંગમાં શું થશે?
  • - આગામી 9 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠકમાં શું થશે તેનો ખ્યાલ આપતી આ વિગતો છે. આ અંગે વિસ્તૃત કાર્યક્રમ ટૂંક સમયમાં શૅર કરીશું. 
9 ફેબ્રુઆરી 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
  • કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીનું સંબોધન
  • જી-20 શેરપા અને અર્બન-20 કન્વીનર્સ દ્વારા વેલકમ સ્પીચ
  • તમામ યુ-20 શેરપાનો પરિચય
  • મુખ્ય પ્રાથમિકતાઓ અને અત્યાર સુધીના સિમાચિહ્ન આધારિત પ્રેઝન્ટેશન
  • પહેલા દિવસના અંતે સાબરમતી આશ્રમ, અટલ બ્રિજ તથા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રેઝન્ટેશન સહિતના કાર્યક્રમો રહેશે. 
10 ફેબ્રુઆરી
  • સવારે વૈકલ્પિક હેરિટેજ વૉક યોજાશે. જેમાં અર્બન-20 ડેલિગેટ્સ જોડાઈ શકે છે. 
  • શેરપાઝના ઇનપુટના આધારે મહત્ત્વની પ્રાથમિકતાઓ પર ચર્ચા જારી રહેશે. અર્બન-20 કૉમ્યુનીક્યુ માટેનો સંવાદ પણ શરૂ કરાશે.
  • યુ-20 એડવોકસી અને એંગેજમેન્ટ સ્ટ્રેટેજી નક્કી થશે. 
  • સંબંધિત જી-20 વર્કિંગ ગ્રુપ તથા એંગેજમેન્ટ ગ્રુપ સંબંધિત ચર્ચા.
  • ભારતની અર્બન ટ્રાન્સફોર્મેશન જર્ની આધારિત ચર્ચા, પ્રેઝન્ટેશન.
  • શેરપા બેઠક અને કન્ક્લુઝન સેશન યોજાશે.
  • કાંકરિયા લેક ખાતે ડેલિગેટ્સ માટે ગાલા ડિનર યોજાશે.

આ પણ વાંચો----ગણતંત્ર પરેડમાં ગુજરાતના ટેબ્લોને આપો તમારો મત, કરો અહીં ક્લિક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ



Tags :
AhmedabadGujaratFirstMeetingUrban-20
Next Article