Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ પક્ષ પ્રમુખપદની ચૂંટણીમાં ગરમાવો, આ નેતા કોંગ્રેસ પ્રમુખ માટે લગભગ ફાયનલ

કોંગ્રેસ (Congress)માં પ્રમુખપદની ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે અને ત્રણ નેતાઓ ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કોણ બનશે તે વિશે ભારે ચર્ચા જોવા મળી રહી છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રમુખપદની ચૂંટણી લડવાના છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે તેઓ પ્રમુખ પદની રેસમાં નહીં હોય, તેથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને પ્રમુખ પદ માટે દાવો રજૂ àª
કોંગ્રેસ પક્ષ પ્રમુખપદની ચૂંટણીમાં ગરમાવો  આ નેતા કોંગ્રેસ પ્રમુખ માટે લગભગ ફાયનલ
કોંગ્રેસ (Congress)માં પ્રમુખપદની ચૂંટણીનો ગરમાવો આવી રહ્યો છે અને ત્રણ નેતાઓ ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ કોણ બનશે તે વિશે ભારે ચર્ચા જોવા મળી રહી છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રમુખપદની ચૂંટણી લડવાના છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે તેઓ પ્રમુખ પદની રેસમાં નહીં હોય, તેથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને પ્રમુખ પદ માટે દાવો રજૂ કરશે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ પણ છોડી દેશે. હવે એવું લાગી રહ્યું છે કે લગભગ  અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ બની શકે છે. 

ત્રણ નેતાઓ વચ્ચે સ્પર્ધા થઇ શકે
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉત્સાહ તેજ થઈ રહ્યો છે. પાર્ટીના ઘણા નેતાઓ ચૂંટણી લડી શકે છે. સંભવિત ઉમેદવારોમાં ત્રણ નામો આગળ છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) કોંગ્રેસના નેતા શશિ થરૂર (Shashi Tharoor) અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ  (Digvijaya Singh)નો સમાવેશ થાય છે. અશોક ગેહલોત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની પહેલી પસંદ હોવાનું મનાઇ રહ્યું છે. અશોક ગેહલોતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવશે. 
અશોક ગેહલોત સોનિયા અને રાહુલ ગાંધીની પસંદ 
અશોક ગેહલોતે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. અશોક ગેહલોત આજે મહારાષ્ટ્રના પ્રખ્યાત શિરડી સાંઈ બાબા મંદિર ખાતે દર્શન કરવા જશે. આ પહેલા તેઓ કેરળમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)માં જોડાયા હતા અને રાહુલ ગાંધીને મળ્યા હતા. ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. મનાઇ રહ્યું છે કે અશોક ગેહલોત ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકે છે. રાહુલ ગાંધીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. 

શશી થરુર પણ ચૂંટણીમાં ઝંપલાવશે
આ પહેલા અશોક ગેહલોતે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોતે કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે મનાવવાનો છેલ્લો પ્રયાસ કરશે, જો તેઓ સહમત નહીં થાય તો તેઓ ફોર્મ ભરશે. બીજી તરફ કોંગ્રેસના નેતા શશિ થરૂરનું ચૂંટણી લડવું પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેઓ તાજેતરમાં દિલ્હીમાં સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શશિ થરૂરે સોનિયા ગાંધીને ચૂંટણી લડવા વિશે પૂછ્યું હતું, જેના પર સોનિયા ગાંધીએ કહ્યું કે પાર્ટીમાં દરેક વ્યક્તિ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.


દિગ્વિજય સિંહના નામની પણ ચર્ચા
આ તરફ જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ  કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પણ ચૂંટણી લડી શકે છે. તેમણે આ મામલે સીધો જવાબ આપ્યો નથી પરંતુ કહ્યું છે કે પાર્ટીના લોકો અને ટોચનું નેતૃત્વ તેઓ જે કહેશે તે સ્વીકારશે. તેમણે કહ્યું કે તેમની સાથે કોઈ ચર્ચા થઈ નથી, ન તો તેમણે ફોર્મ ભરવા માટે સમય માંગ્યો હતો. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી હંમેશા તેમના પર મહેરબાન રહ્યા છે, જ્યારે પણ તેઓ સમય માંગે છે, તેઓ તરત જ મળી જાય છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રા સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવા માટે દિલ્હી આવ્યા છે. ચૂંટણી લડવાના સવાલ પર તેમણે કહ્યું કે, અમારી નેતાગીરી જે પણ આદેશ આપે, દિગ્વિજય સિંહ તેનું પાલન કરતા આવ્યા છે અને કરતા રહેશે.
વધુ 3 નામ પણ ચર્ચામાં
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સુશીલકુમાર શિંદેના નામ પણ ચર્ચામાં આવ્યા છે. આ અટકળો પરથી એટલું ચોક્કસ છે કે આ વખતે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં અનેક દિગ્ગજ કોંગ્રેસીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
Advertisement

Tags :
Advertisement

.