Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માર્ચ મહિનામાં ગરમી તોડી શકે છે 77 વર્ષ જૂનો રેકોર્ડ: હવામાન વિભાગ

ઉનાળો શરૂ થયો અને ગરમી શરૂ. જોકે, આ વખતે ગરમી શરૂઆતમાં જ ખૂબ પડી રહી છે. દેશના લગભગ તમામ ભાગોમાં તાપમાનમાં વધારો થતા દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ઉનાળાએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તાપમાનમાં આ સતત વધારાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જે રાજસ્થાન થઈને પાકિસ્તાન તરફ આવી રહ્યા છે. IMD મુજબ આજે આકાàª
માર્ચ મહિનામાં ગરમી તોડી શકે છે 77 વર્ષ જૂનો રેકોર્ડ  હવામાન વિભાગ
Advertisement
ઉનાળો શરૂ થયો અને ગરમી શરૂ. જોકે, આ વખતે ગરમી શરૂઆતમાં જ ખૂબ પડી રહી છે. દેશના લગભગ તમામ ભાગોમાં તાપમાનમાં વધારો થતા દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ઉનાળાએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તાપમાનમાં આ સતત વધારાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જે રાજસ્થાન થઈને પાકિસ્તાન તરફ આવી રહ્યા છે. IMD મુજબ આજે આકાશ સ્વચ્છ રહેશે અને ગરમીમાં વધારો જોવા મળશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. દિલ્હી અને એનસીઆરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન એટલી હદે વધી રહ્યું છે કે લોકોને પંખા અને એર કંડિશનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીનું પ્રમાણમાં વધારો થશે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે આ વર્ષે દિલ્હીમાં માર્ચ મહિનામાં ગરમી તેનો 77 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે. 
નોંધનીય છે કે માર્ચ મહિનામાં અત્યાર સુધીનો ઓલ ટાઈમ રેકોર્ડ 31 માર્ચ 1945નો છે જ્યારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષે 18 માર્ચ સુધી મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી ગયું છે. જો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી કેટલાક કલાકો દરમિયાન મેદાની વિસ્તારોમાં વરસાદ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઊંચા વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની સંભાવના છે. આ દરમિયાન બંગાળની ખાડી પર પહેલું ચક્રવાત 'આસની' બની રહ્યું છે, જેની અસર કેટલાક રાજ્યોમાં જોવા મળી શકે છે. 
આ કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ હાઈ એલર્ટ પર છે. મળતી માહિતી મુજબ અહીંની શાળાઓ અને કોલેજોમાં 21 માર્ચ સુધી રજા જાહેર કરવામાં આવી છે. IMD અનુસાર, 20 માર્ચની સવાર સુધીમાં, બંગાળની ખાડી પરનું લો પ્રેશર ક્ષેત્ર મજબૂત બનશે અને 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિણમશે. વિભાગ અનુસાર, આ ચક્રવાત અંદમાન અને નિકોબાર ટાપુઓ તરફ આગળ વધશે અને 22 માર્ચે બાંગ્લાદેશ-ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠે પહોંચશે.
Tags :
Advertisement

Trending News

.

×