Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જયસુખ પટેલના આગોતરા જામીન આપવા કે નહિ તે અંગે આગામી 1 ફેબ્રુઆરીના રોજ ફેંસલો, ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરાયું

મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી. જેની આજે સુનાવણી કરવાની હતી. પરંતું તેમના વકીલ આજે હાજર ન રહેતા સુનાવણી આગળ ઠલવાઈ છે તેમજ જયસુખ પટેલનુ ધરપકડ વોરન્ટ પણ ઇસ્યુ થઈ ગયું છે. 1લી ફેબ્રુઆરીએ ફેંસલોઝૂલતા પુલનું મેન્ટેનન્સ કરનાર અને સંચાલન કરનાર  ઓરેવા કંપનીના સુપ્રીમો જયસુખ પટેલની આગોતરા જામીન અરજી à
05:38 PM Jan 21, 2023 IST | Vipul Pandya
મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી. જેની આજે સુનાવણી કરવાની હતી. પરંતું તેમના વકીલ આજે હાજર ન રહેતા સુનાવણી આગળ ઠલવાઈ છે તેમજ જયસુખ પટેલનુ ધરપકડ વોરન્ટ પણ ઇસ્યુ થઈ ગયું છે. 
1લી ફેબ્રુઆરીએ ફેંસલો
ઝૂલતા પુલનું મેન્ટેનન્સ કરનાર અને સંચાલન કરનાર  ઓરેવા કંપનીના સુપ્રીમો જયસુખ પટેલની આગોતરા જામીન અરજી આજે મોરબી સેશન્સ કોર્ટમા મુદત હોય જેમાં  નામદાર કોર્ટમાં જયસુખ પટેલના વકીલનુ નામ બોલાયું પરંતુ વકીલ ગેરહાજર હતા ત્યારે આ કેસની તપાસ કરતા પોલીસ અધિકારી પણ સીએમ બંદોબસ્તમાં વ્યસ્ત હોય જેથી મોરબી સેશન્સ કોર્ટ દ્વારા આગામી તા. 01/02/2023નાં રોજ આગોતરા જામીન અરજીની સુનવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ મૃતક પરિજનો તરફથી લડતા વકીલ દ્વારા આ આગોતરા જામીન અરજી સામે પણ વાંધા અરજી અને કેસમાં પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરવામાં આવી હતી.
ધરપકડ વોરન્ટ ઇસ્યુ
ત્યારે ઉલ્લેખનીય છે કે મોરબી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા સીઆરપીસી 70 મુજબ જયસુખ પટેલની ધરપકડ કરવા વોરન્ટ ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે જેથી ધરપકડના ડરથી જયસૂખ પટેલ દ્વારા આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જોકે હવે આ અરજીની સુનવણી તા. 1 ફેબ્રુઆરી ના રોજ થવાની હોય જેથી હવે હજુ સુધી ફરાર રહેલ જયસુખ પટેલને આગોતરા જામીન મળશે કે કેમ તે આગામી સમય જ બતાવશે.
સુઓ મોટોની સુનવણી
ઝૂલતા પુલ કેસની સુઓ મોટોની સુનવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ છે જેમાં પણ રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકા પર શું શું પગલાં લેવાયા છે કે આગામી સમયમાં રાજ્યસરકાર નગરપાલિકાની જવાબદારી નક્કી કરી અને જરૂરી પગલાં લે તેવી ટકોર પણ કરવામાં આવી છે જ્યારે મોરબી નગરપાલિકાને સુપર સિડ કરવા બાબતે પણ રાજ્ય સરકાર તરફથી શો કોઝ્ નોટિસ આપવામાં આવી છે..
મોરબી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના દિવસ મોરબીમાં મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલ પર તંત્ર દ્વારા પુલની ક્ષમતા કરતા વધારે લોકોને જવા દેવામાં આવતા પુલ તુટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી અને તેમાં 130થી વધારે જીંદગી હોમાઈ ગઈ હતી. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો અને દિવાળીની રજાઓના લીધે આ પુલ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા.
આ પણ વાંચો - ઝૂલતા પુલના મૃતક પરિજનોને સાંત્વના આપવાનું સુદ્ધાં ચૂકેલા જયસુખ પટેલ એ આગોતરા જામીન માંગ્યા !
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnticipatoryBailGujaratFirstjaysukhpatelMorbiTragedyમોરબીપુલદુર્ઘટનામોરબીહોનારત
Next Article