સાંભળો નાસાએ બહાર પાડેલો બ્લેક હોલનો અવાજ
નાસાએ તાજેતરમાં જ પર્સિયસ ગેલેક્સી ક્લસ્ટરના કેન્દ્રમાં એક વિશાળ બ્લેક હોલનો અવાજ શોધી કાઢ્યો છે. નાસાએ હવે આ બ્લેક હોલનો અવાજ જાહેર કર્યો છે. 250 મિલિયન પ્રકાશ-વર્ષ દૂર આ ક્લસ્ટરમાં ગેસ અને પ્લાઝ્મા દ્વારા પ્રસરી રહેલા વાસ્તવિક ધ્વનિ તરંગોની શોધ કરવામાં આવી છે
ઘણા લોકોએ નાસાના વીડિયોને રિટ્વીટ કર્યો અને લખ્યું કે “ઓમનો અવાજ અવકાશમાં ગુંજી રહ્યો છે.” એક યુઝરે લખ્યું કે “હિંદુ ઋષિઓની પાછળ વિજ્ઞાન છે. આજે વિજ્ઞાને જે શોધ્યું છે તે ઋષિમુનિઓએ ઘણા સમય પહેલા શોધી કાઢ્યું હતું.” અન્ય યુઝરે લખ્યું કે “ઓમ એ શાશ્વત અવાજ છે. તે બ્રહ્માંડમાં દરેક જગ્યાએ હાજર છે.”
2003માં, બ્લેક હોલને સૌપ્રથમ ધ્વનિ સાથે જોડવામાં આવ્યા હતા અને તેનો કેસ સ્ટડી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે બ્લેક હોલ દ્વારા બનાવેલ દબાણ ક્લસ્ટરના ગરમ ગેસમાં તરંગ બનાવે છે. જો કે, આ અવાજ એટલો ઓછો હતો કે માણસો તેને સાંભળી શકતા ન હતા. વૈજ્ઞાનિકોએ ખગોળીય માહિતીના સોનિફિકેશન દ્વારા આમાં ફેરફાર કર્યો જેથી કરીને બ્લેક હોલનો અવાજ મનુષ્યો સાંભળી શકે.