Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે વધારવાની માંગને લઈને ઉગ્ર વિરોધ કર્યો

છેલ્લા 48 દિવસથી આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈને અડગ છે. રાજ્ય સરકાર પાસે પોતાની માગ લઈને આંદોલન કરી રહ્યાં છે. આરોગ્ય કર્મચારીઓની આ હડતાળનો અંત લાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ કરી અને વિવિધ માગણી મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. જો કે આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરી અને વિરોધ યથાવત રાખ્યો છે. આરોગ્ય કર્મચારીઓએ ગàª
આરોગ્ય કર્મચારીઓ  ગ્રેડ પે વધારવાની માંગને લઈને  ઉગ્ર વિરોધ કર્યો
છેલ્લા 48 દિવસથી આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈને અડગ છે. રાજ્ય સરકાર પાસે પોતાની માગ લઈને આંદોલન કરી રહ્યાં છે. આરોગ્ય કર્મચારીઓની આ હડતાળનો અંત લાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ કરી અને વિવિધ માગણી મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. 
જો કે આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરી અને વિરોધ યથાવત રાખ્યો છે. આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી અને પોતાની માંગ જારી રાખી હતી. આરોગ્ય કર્મચારીઓએ વિશાળ રેલી કરવાનું આયોજન કર્યું હતું જે પહેલાં જ જીલ્લા પંચાયત પાસેથી આંદોલનકારી આગેવાનો સહિત અનેક આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ તમામ માંગને લઈને આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. જીતુ વાઘાણીએ આરોગ્ય કર્મીઓના પગારમાં રૂપિયા 4 હજારનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 130 દિવસની કોવિડ ડ્યુટીનું વેતન ચુકવવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત સાતમા પગાર પંચ સહિતના લાભો આપવા બાબતે અગામી ત્રણ દિવસમાં ઠરાવ કરવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી હતી. સરકારે જાહેરાત કરતા આરોગ્ય કર્મીને હડતાલ સમેટવાની અપીલ પણ કરી હતી. જો કે આજે પણ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત જોવા મળ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.