Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીધામમાં આરોગ્ય વિભાગ સજ્જ, રેલવે ટેશન અને બસ ટેન્ડમાં સ્ક્રેનિંગ શરૂ કરાશે

વિશ્વભરમાં કોરોના મહામારીના ફરી એક વખત હાહાકાર મચી રહ્યો છે. લોકો ફરી ડરમાં અને સાથે જાગૃતિનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં (Gandhidham)પણ આરોગ્ય વિભાગ (Health department equipped)સજ્જ થઈ ગયું છે. આવતીકાલ શુક્રવારથી કચ્છના ગાંધીધામ ખાતે આવતી તમામ ટ્રેન અને બસ મથકમાં સ્ક્રેનિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત  કોરોના રસી માટેના બુસ્ટર ડોઝ લેવાની અપીલ à
ગાંધીધામમાં આરોગ્ય વિભાગ સજ્જ  રેલવે ટેશન અને બસ ટેન્ડમાં સ્ક્રેનિંગ શરૂ કરાશે
વિશ્વભરમાં કોરોના મહામારીના ફરી એક વખત હાહાકાર મચી રહ્યો છે. લોકો ફરી ડરમાં અને સાથે જાગૃતિનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં (Gandhidham)પણ આરોગ્ય વિભાગ (Health department equipped)સજ્જ થઈ ગયું છે. આવતીકાલ શુક્રવારથી કચ્છના ગાંધીધામ ખાતે આવતી તમામ ટ્રેન અને બસ મથકમાં સ્ક્રેનિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત  કોરોના રસી માટેના બુસ્ટર ડોઝ લેવાની અપીલ સાથે આરોગ્ય વિભાગે કોરોના મહામારી સમયે જાગૃતિ દાખવવા અને ડર નહી પણ તકેદારી રાખવાની અપીલ છે. 
ગાંધીધામના આદિપુર ખાતે આવેલી સબ ડીસ્ટ્રીકટ રામબાગ હોસ્પિટલના તાલુકાના આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતારીયાએ ગુજરાત ફસ્ટ જણાવ્યુ હતું કે જિલ્લા કક્ષાએથી હજુ કોઈ એડવાઈઝરી આવી નથી. જોકે આજે આરોગ્ય અધિકારીઓની વિડીયો કોન્ફરીંગ માધ્યમથી નકકી કરાયેલી કામગીરી મુજબ ગાંધીધામ તાલુકામાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. 
ખાસ કરીને વિવિધ રાજ્યો માંથી ગાંધીધામ પહોંચતી તમામ ટ્રેનમાં શંકાસ્પદ દર્દીઓની શોધ ઉપરાંત પ્રવાસીઓનું સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવનાર છે. બસ મથક સહિતના ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ વિવિધ ટીમો કામે લાગી જશે. જોકે આ વખતે ફરી એક વખત કોરોના મહામારી વળતો પ્રહાર થયો છે. ત્યારે લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. 
બુસ્ટર ડોઝ માટે કેમ્પ ગોઠવવા પણ તૈયારી દર્શાવી છે.  
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે રામબાગ હોસ્પિટલ ખાતે લોકોની પૂછપરછ અને ખાસ કરીને કોરોના રસીના બુસ્ટર ડોઝ માટેની  માગણી વધી ગઈ છે. તંત્રએ લોકોને ડર નહી રાખવા અને તકેદારી સાથે કોરોના સામે  લડવા માટેના નિયમો નો અમલ કરે તેવી અપીલ કરી હતી.  વિવિધ સંગઠનો દ્વારા પણ રસીના બુસ્ટર ડોઝ માટે કેમ્પ ગોઠવવા પણ તૈયારી દર્શાવી છે.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.