Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી તજિન્દર બગ્ગાને રાહત, 10 મે સુધી ધરપકડ પર લગાવી રોક

બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ પર 10 મે સુધી રોક લગાવવામાં આવી છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બગ્ગાના ધરપકડ વોરંટની સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો છે. બગ્ગાએ મોડી સાંજે પોતાના ધરપકડ વોરંટ સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જસ્ટિસ અનૂપ ચિત્કારાના નિવાસસ્થાને તાત્કાલિક સુનાવણીની મંજૂરી આપી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બગ્ગા કેસની સુનાવણી અડધ
પંજાબ હરિયાણા
હાઈકોર્ટમાંથી તજિન્દર બગ્ગાને રાહત  10 મે સુધી ધરપકડ
પર લગાવી રોક

બીજેપી નેતા
તેજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ પર
10 મે સુધી રોક
લગાવવામાં આવી છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બગ્ગાના ધરપકડ વોરંટની સુનાવણી બાદ આ
નિર્ણય આપ્યો છે. બગ્ગાએ મોડી સાંજે પોતાના ધરપકડ વોરંટ સામે પંજાબ અને હરિયાણા
હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જસ્ટિસ અનૂપ ચિત્કારાના નિવાસસ્થાને તાત્કાલિક
સુનાવણીની મંજૂરી આપી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બગ્ગા કેસની સુનાવણી
અડધી રાત્રે થઈ હતી અને અરજી પર નિર્ણય આપવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે
પંજાબ પોલીસની કસ્ટડીમાંથી મુક્ત થયેલા બગ્ગાની મુશ્કેલીઓ વધી રહી છે. મોહાલી
કોર્ટ દ્વારા બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મોહાલી
કોર્ટે પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને તેજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડ
કરીને કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું.

Advertisement


પંજાબની મોહાલી કોર્ટના ન્યાયિક મેજિસ્ટ્રેટે
ધરપકડનું વોરંટ જારી કર્યું અને પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને બગ્ગાની
ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને બગ્ગા સામે કલમ
153 A, 505, 505 (2) અને 506 હેઠળ કેસ
નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં બગ્ગા
પર ફરી ધરપકડની તલવાર લટકાવા લાગી છે. 
અહીં એવું
કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ પોલીસની ટીમ બગ્ગાની ધરપકડ કરવા માટે ગમે ત્યારે
દિલ્હી રવાના થઈ શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર
 રવિવારે તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ
કરવા માટે એક ટીમ ફરીથી દિલ્હી પહોંચી શકે છે. આ વખતે પંજાબ પોલીસ કોઈ કાયદાકીય
છટકબારી છોડવા માંગતી નથી અને આ માટે કોર્ટના ધરપકડ વોરંટની સાથે અન્ય તમામ
કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે. પંજાબ પોલીસ એ સુનિશ્ચિત કરવા
માંગે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર બગ્ગાને અન્ય રાજ્યમાંથી
ધરપકડ કર્યા પછી તેને પંજાબ લાવવામાં આ વખતે કોઈ મુશ્કેલી ન આવે.

Advertisement

Tags :
Advertisement

.