Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે જોઇ છે દુનિયાની સૌથી લાંબી કાર? જેમા છે હેલિપેડ અને સ્વિમિંગ પૂલ

સામાન્ય રીતે તમે પાંચ સીટર અથવા સાત સીટર કાર વિશે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે ક્યારેય 100 ફૂટ લાંબી 75 સીટર કાર સાંભળી કે જોઈ છે? ચોંકી ગયાને? તમને વિચાર આવતો હશે કે 100 મીટર લાંબી કાર ખરેખરમાં છે? જવાબ મળશે હા. વિશ્વની સૌથી લાંબી કાર ફરી એકવાર બનાવવામાં આવી છે.વિશ્વની સૌથી લાંબી કાર ફરી એકવાર તેના જૂના અવતારમાં આવી છે અને હવે આ કારે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડà«
શું તમે જોઇ છે દુનિયાની સૌથી લાંબી કાર  જેમા છે હેલિપેડ અને સ્વિમિંગ પૂલ
સામાન્ય રીતે તમે પાંચ સીટર અથવા સાત સીટર કાર વિશે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે ક્યારેય 100 ફૂટ લાંબી 75 સીટર કાર સાંભળી કે જોઈ છે? ચોંકી ગયાને? તમને વિચાર આવતો હશે કે 100 મીટર લાંબી કાર ખરેખરમાં છે? જવાબ મળશે હા. વિશ્વની સૌથી લાંબી કાર ફરી એકવાર બનાવવામાં આવી છે.
વિશ્વની સૌથી લાંબી કાર ફરી એકવાર તેના જૂના અવતારમાં આવી છે અને હવે આ કારે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, "ધ અમેરિકન ડ્રીમ" નામનું સુપર લિમો હવે 30.54 મીટર (100 ફૂટ અને 1.50 ઇંચ)ની થઇ ગઇ છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેની કેટલીક તસવીરો તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી છે. દાયકાઓની સખત મહેનત પછી, વિશ્વની સૌથી લાંબી કાર આખરે બનાવી દેવામાં આવી છે અને ક્રુઝ માટે તૈયાર છે. 1986માં ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી લાંબી કારનું બિરુદ જીતનારી સુપર લિમોની લંબાઈ 1 માર્ચ, 2022 એ, સુપર લિમો 30.54 મીટર (100 ફૂટ અને 1.50 ઈંચ)ની લંબાઈમાં તૈયાર કરવામાં આવી છે. પરિપ્રેક્ષ્ય માટે નિયમિત કાર સરેરાશ 12 થી 16 ફૂટ લાંબી હોય છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ કાર મૂળ રૂપે 1986 માં કેલિફોર્નિયાના બરબેંકમાં કાર કસ્ટમાઇઝર જે ઓહરબર્ગ દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે આ કાર 60 ફૂટની લંબાઈ સાથે આવતી હતી. 
આ સિવાય આ કારમાં 26 વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આગળ-પાછળ V8 એન્જિનની જોડી લગાવવામાં આવી છે. કેટલાક કસ્ટમાઇઝેશન બાદ હવે આ કારની લંબાઈ વધારીને 30.5 મીટર કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ધ અમેરિકન ડ્રીમ વધુ લાંબી કાર બની ગઇ છે. ભારતીય બજાર અનુસાર, આ 6 હોન્ડા સિટી સેડાન (દરેક 15 ફીટ) "ધ અમેરિકન ડ્રીમ" ની બાજુમાં પાર્ક કરી શકાય છે અને તે પછી પણ થોડી જગ્યા છૂટી જશે. "ધ અમેરિકન ડ્રીમ" 1976ની કેડિલેક એલ્ડોરાડો લિમોઝીન પર આધારિત છે અને તેને બંને છેડેથી ચલાવી શકાય છે. તે બે વિભાગોમાં બનાવવામાં આવે છે અને ચુસ્ત ખૂણાઓને ફેરવવા માટે મધ્યમાં એક મિજાગરા દ્વારા જોડાણ કરવામાં આવ્યું છે. પરંતુ કારની લાંબી સાઇઝનો અર્થ એ છે કે તે મુસાફરોને લક્ઝરી પૂરી પાડશે. તેમાં એક વિશાળ વોટર બેડ, એક ડાઇવિંગ બોર્ડ સાથેનો સ્વિમિંગ પૂલ, જેકુઝી, બાથટબ, મિની-ગોલ્ફ કોર્સ છે.
એટલું જ નહીં આ કારમાં હેલિપેડ પણ આપવામાં આવ્યું છે. ધ અમેરિકન ડ્રીમના રીસ્ટોરેશન સાથે સંકળાયેલા Michael Manning ગિનીસ વર્લ્ડ રેકોર્ડને જણાવ્યું કે, "હેલિપેડ માળખાકીય રીતે નીચે સ્ટીલ બ્રેકેટવાળા વાહન પર લગાવવામાં આવે છે અને પાંચ હજાર પાઉન્ડ સુધીનો ભાર સહન કરી શકે છે. આ સિવાય આ કારમાં એક રેફ્રિજરેટર, એક ટેલિફોન અને કેટલાક ટેલિવિઝન સેટ પણ લગાવવામાં આવ્યા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ કારમાં 75 થી વધુ લોકો સવારી કરી શકે છે. "ધ અમેરિકન ડ્રીમ" ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે અને તેને વારંવાર હાયર કરવામાં આવે છે. પરંતુ તેની વધુ જાળવણી ખર્ચ અને પાર્કિંગની સમસ્યાઓને કારણે, લોકોનો કારમાં રસ ઊડી ગયો અને તેના પર કાટ લાગી ગયો. પછી મેનિંગે કારને બનાવવાનું નક્કી કર્યું અને તેને eBay પરથી ખરીદી લીધી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ફરી બનાવવામાં શિપિંગ, સામગ્રી અને શ્રમમાં $2,50,000નો ખર્ચ થયો અને તેને પૂર્ણ કરવામાં ત્રણ વર્ષ લાગ્યાં.
Advertisement
Tags :
Advertisement

.