Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે ક્યારેય નાયિકા દેવી વિશે સાંભળ્યું છે?

મારી આ પહેલી કોલમમાં મારે વાત કરવી છે ફિલ્મ નાયિકાદેવીની. તમે ક્યારેય નાયિકાદેવી વિશે સાંભળ્યું છે?   નહીં ! તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણકે 18મી સદીમાં મહંમદ ઘોરી જેવા નરપિશાચને એકલે હાથે ધૂળ ચાટતો કરી દેનારી એ વીર રાજપૂત વીરાંગના એટલે નાયિકા દેવી. જેના પર આજ ટાઈટલ સાથે એક સુંદર ફિલ્મ બની છે. ગુજરાતની ધરોહર પાટણનો ભવ્ય વારસો અને રાજપૂતોના ખમીરવંતા  ઈતિહાસની શૌર્યગાથા અને
શું તમે ક્યારેય નાયિકા દેવી વિશે સાંભળ્યું છે
મારી આ પહેલી કોલમમાં મારે વાત કરવી છે ફિલ્મ નાયિકાદેવીની. તમે ક્યારેય નાયિકાદેવી વિશે સાંભળ્યું છે?   
નહીં ! 
તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણકે 18મી સદીમાં મહંમદ ઘોરી જેવા નરપિશાચને એકલે હાથે ધૂળ ચાટતો કરી દેનારી એ વીર રાજપૂત વીરાંગના એટલે નાયિકા દેવી. જેના પર આજ ટાઈટલ સાથે એક સુંદર ફિલ્મ બની છે. 
ગુજરાતની ધરોહર પાટણનો ભવ્ય વારસો અને રાજપૂતોના ખમીરવંતા  ઈતિહાસની શૌર્યગાથા અને આપણાં ગૌરવવંતા ઈતિહાસની પહેલી વૉરિયર ક્વીનની કથા એટલે ધૂમકેતુની નાયિકાદેવી કે જેણે પોતાની સૂઝબૂઝ અને શૌર્યથી મહંમદ ઘોરી જેવા રાક્ષસને હરાવ્યો હતો. ત્યાં સુધી કે કહેવાય છે કે એક નારીથી હારવાની વેદનામાં ઘોરી 17 વર્ષ સુધી એકાંતવાસમાં રહ્યો હતો અને બીજી વાર એણે પાટણ તરફ જોવાની હિંમત સુદ્ધાં ક્યારેય ન કરી. સોલંકી વંશની એ ક્ષત્રાણીના શોર્ય અને હિંમતની ગાથા ખૂબ સુંદર રીતે કચકડે કંડારાઈ છે. નાયિકા દેવી એટલે સો ટચના સોના જેવી ગુજરાતી ઇતિહાસની પહેલી પિરીયોડિક ફિલ્મ. 
કોઈપણ ફિલ્મ બનાવવી કે અભિનય કરવો એ નાનીમાના ખેલ તો નથી જ અને એમાં પણ ઇતિહાસ ઉપર ફિલ્મ બનાવવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત ગણાય. ત્યારે કોરોના જેવા કાળમાં પણ આ કરી બતાવ્યું છે ATree Entertainment અને પ્રોડયુસર ઉમેશ શર્માએ. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર ખુશી શાહ નાયિકા દેવીના પાત્રને લાગે છે કે જાણે નખશિખ ઓળી ઘોળીને જીવી ગઈ છે. ખુશી શાહનો સ્કેલ અને ક્રાફટ એની બીજી જ ગુજરાતી ફિલ્મમાં ઉભરી આવે છે. ત્યાં સુધી કે હવે જ્યારે નાયિકા દેવીની વાત આવશે તો ખુશી શાહનો ચહેરો જ સામે આવશે. યુદ્ધ કૌશલ્યના તલવારબાજી, ઘોડેસવારીના દ્રશ્યો હોય કે રાજમાતાના કે એક પ્રેમાળ મહારાણીના દ્રશ્ય હોય કે પછી પ્રણય દ્રશ્યો સારી રીતે ભજવાયાં છે. ફિલ્મનું કાસ્ટીંગ પણ સારું કહી શકાય. ફિલ્મમાં ઘણા બધા wow factors છે. જ્યારે એક વીર યોદ્ધાનું ધડ પણ એટલીજ ખુમારી સાથે લડતું રહે છે અને આ દ્રશ્ય એ રાજપૂતાણી સગ્ગી આંખે જુએ છે એ દ્રશ્ય તમારા રુંવાડા ઉભા કરી જાય છે. ખુશીએ આ દ્રશ્ય ખૂબ ઠહેરાવ સાથે ભજવ્યું છે. આટલા બધા કલાકારો અને પાત્રો હોવા છતાં દરેક કલાકારનું પાત્ર ખૂબ સુંદર રીતે ઉભરીને અલગ તરી આવે છે.   
ફિલ્મમાં દરેક રસ વીરરસ, શ્રૃંગારરસ એ તમામને ફિલ્મ જોતા જોતા એ રસથી તરબતર કરી દે એટલા અસરકારક છે. છતાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે એ અભિનય હોય કે મેકઅપ ક્યાંય અતિશયોક્તિ નહીં દેખાય. આ શ્રેય ડિરેક્ટરને આપવો રહ્યો. સાથે એટલી જ સરળ પણ અપીલીંગ સિનેમેટોગ્રાફી, જાજરમાન વેશભૂષા, ઘરેણાં, ડીટેલીંગ સાથેનો સુંદર સાદો સેટ જેનો શ્રેય આર્ટ ટીમને જાય છે. પાટણની આગવી ઓળખ એવા પટોળાનો વેશભૂષામાં ઉપયોગ નોંધનીય છે. ડાયલોગ પણ અસરકારક છે.  
પાર્થ ઠક્કરે ફિલ્મનું કર્ણપ્રિય સંગીત આપ્યું છે. ફિલ્મનું શંભૂ શંકરા કૈલાશ ખેરના અવાજમાં ગવાયું છે તો પાટણના પટરાણી આ વખતે ગરબામાં ધૂમ મચાવશે. ફિલ્મનું સંગીત હીટ છે. ફિલ્મનો બેક ગ્રાઉન્ડ સ્કોર સરસ રીતે વાર્તામાં પ્રાણ પૂરે છે.  
મમતા સોની સહસ્ત્રકલાના પાત્રમાં પોતાની આગવી છાપ છોડી જાય છે. તો ચિરાગ જાની મુખ્ય પાત્રમાં શોભે છે. કર્ણદેવ સોલંકીના પાત્રમાં મનોજ જોશી હોય કે રૂઠી રાણીના પાત્રમાં બ્રિંદા ત્રિવેદી કે પછી કલ્યાણીનું પાત્ર ભજવતા કૌસાંબી ભટ્ટ સાથે જયેશ મોરે, ચેતન દૈયા, રાગી જાની, મોરલી પટેલ, આકાશ ઝાલા તમામનો અભિનય નોંધનીય છે. અત્યાર સુધી કોમેડી પાત્રોથી લોકોને હસાવનારા ચંકી પાંડેને વિલન ઘોરીના પાત્રમાં તમે ધિક્કારવા લાગશો.  
સમગ્ર ફિલ્મ રાજસ્થાનમાં શૂટ થઈ છે. તો યુદ્ધના મોટાભાગના દ્રશ્યો નાથદ્વારા આસપાસ શૂટ થયા છે.ફિલ્મની ટ્રીટમેન્ટ સિમ્પલ પણ અસરકારક છે. સ્ટોરી ટેલિંગ ખૂબ સહજ રીતે આગળ વધે છે. ફિલ્મનું એડિટિંગ પણ ટાઈટ છે જે તમને બોર કર્યા વગર સતત ખુરશી સાથે જકડી રાખશે. 
ટુંકમાં ગુજરાતી ભાષાની એક નોંધપાત્ર ફિલ્મ એટલે નાયિકા દેવી.  
ખણખોદ  
છેલ્લો દિવસ ફેઇમ યશ સોની અને જાનકી બોડીવાલા જે તેમની આગામી ફિલ્મ નાડીદોષમાં પણ સાથે જોવા મળશે તેમણે હિંદી ફિલ્મોની સ્ટાઈલમાં સોશિયલ મિડીયામાંં એક ફોટો શેયર કરી પોતાનું કનેક્શન જાહેર કર્યું છે. 
બે યાર અને કેવી રીતે જઈશ જેવી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર દિવ્યાંગ ઠક્કર હવે રાઇટર તરીકે પહેલી હિંદી ફિલ્મમાં રણવીર સિંહ, બમન ઈરાની જેવા દિગ્ગજોને લઈને આવ્યા છે જયેશભાઈ જોરદાર. ફિલ્મને ઓવરઓલ ખૂબ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. 
(19 મી મે એટલે કે) આજે સુપરસ્ટાર મલ્હાર ઠાકરની હોમ પ્રોડક્શનની ફૂલ ઓન કોમેડી ડ્રામા સોનું તને મારા પર ભરોસો નઈ કે... દલેર મહેંદીના અવાજમાં ગવાયેલા ટાઈટલ સોંગ અને ધમાકેદાર ટ્રેઈલરથી સોશિયલ મિડીયા પર તો ચર્ચાનું કેેન્દ્ર બની જ છે. હવે ફિલ્મને દર્શકો કેવો આવકાર આપે છે એ તો આવતા વીકમાં જ ખબર પડશે. 
બીજી તરફ મોટા કલાકારોના કાફલા અને ચાર નાના બાળકોને કેન્દ્રબિંદુમાં રાખી ઘણા બધા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ગાજેલી અને એવોર્ડ્સ મેળવનારી ફિલ્મ મૃગતૃષ્ણા પણ 20 મી મે ના રોજ સિનેમા હોલમાં ધૂમ મચાવશે.  
Advertisement
Tags :
Advertisement

.