Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હરિયાણવી સિંગર સંગીતા ગાયબ હતી, સોમવારે રોહતકમાંથી લાશ મળી

દિલ્હી પોલીસે 11 મેથી ગુમ થયેલી હરિયાણવી ગાયિકા સંગીતા ઉર્ફે દિવ્યાના હત્યારાઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સંગીતાનો મૃતદેહ 23 મે સોમવારના રોજ રોહતકમાં રોડ નજીકથી  મળી આવ્યો હતો.આઈપીસીની કલમ 365 હેઠળ જેપી કલાન પોલીસ સ્ટેશનમાં સંગીતાના ગુમ થવાની એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસ 11 મેથી આરોપીને શોધી રહી હતી. સઘન તપાસ બાદ પોલીસે હરિયાણાના મેહમમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે àª
07:04 AM May 24, 2022 IST | Vipul Pandya
દિલ્હી પોલીસે 11 મેથી ગુમ થયેલી હરિયાણવી ગાયિકા સંગીતા ઉર્ફે દિવ્યાના હત્યારાઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સંગીતાનો મૃતદેહ 23 મે સોમવારના રોજ રોહતકમાં રોડ નજીકથી  મળી આવ્યો હતો.
આઈપીસીની કલમ 365 હેઠળ જેપી કલાન પોલીસ સ્ટેશનમાં સંગીતાના ગુમ થવાની એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસ 11 મેથી આરોપીને શોધી રહી હતી. સઘન તપાસ બાદ પોલીસે હરિયાણાના મેહમમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે આ બંને યુવકોની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ સંગીતા ઉર્ફે દિવ્યાનું અપહરણ કરીને તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. બેમાંથી એક તેને દિલ્હીથી લાવ્યો હતો અને તેને દવા આપીને તેની હત્યા કરી હતી. બાદમાં બંનેએ તેનો મૃતદેહ મેહમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના કિનારે ઝાડીમાં ફેંકી દીધો હતો, હવે પોલીસે  તે સ્થળ પર જઇને લાશ કબજે કરી હતી.
સંગીતાની હત્યા સંદર્ભે મહેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમના મૃતદેહને પીજીઆઈ રોહતકમાં સાચવી રાખવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. 
Tags :
DelhiPoliceGujaratFirsthariyanvisingermurdercasemurduremistry
Next Article