Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેટબોલ સ્પર્ધામાં મેન્સ વિભાગમાં હરિયાણાની ટીમ ગોલ્ડ મેડલ, ગુજરાતને બ્રોન્ઝ

ભાવનગર (Bhavnagar)શહેરના સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 36મી નેશનલ ગેમ્સ (National Games)અંતર્ગત નેટબોલ(Netball)ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આજરોજ પુરૂષ નેટબોલની ફાઈનલ મેચ હરિયાણા અને તેલંગણા વચ્ચે રમાઇ હતી. જેમાં ભારે રસાકસી બાદ હરિયાણાની ટીમ ચેમ્પિયન બન્યું હતું.બે વખત વધારાનો ટાઈમ આપ્યા બાદ પણ પોઈન્ટ સરખાઆજરોજ શુક્રવારના રોજ 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત નેટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં હ
નેટબોલ સ્પર્ધામાં મેન્સ વિભાગમાં હરિયાણાની ટીમ ગોલ્ડ મેડલ  ગુજરાતને બ્રોન્ઝ
ભાવનગર (Bhavnagar)શહેરના સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 36મી નેશનલ ગેમ્સ (National Games)અંતર્ગત નેટબોલ(Netball)ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આજરોજ પુરૂષ નેટબોલની ફાઈનલ મેચ હરિયાણા અને તેલંગણા વચ્ચે રમાઇ હતી. જેમાં ભારે રસાકસી બાદ હરિયાણાની ટીમ ચેમ્પિયન બન્યું હતું.

બે વખત વધારાનો ટાઈમ આપ્યા બાદ પણ પોઈન્ટ સરખા
આજરોજ શુક્રવારના રોજ 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત નેટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં હરિયાણા અને તેલંગણા વચ્ચે ભારે રસાકસી જામી હતી. તેલંગણાની ટીમ પહેલા રાઉન્ડમાં 7 પોઈન્ટથી આગળ હતું, જયારે બીજા રાઉન્ડમાં હરિયાણાએ એટક કરી 6 પોઈન્ટ આગળ રહ્યું હતું. ત્રીજા અને ચોથા બને રાઇન્ડમાં સરખા પોઇન્ટ થયા હતા, 
જ્યારે બંને ટીમોને વધારાની 7 મિનિટ બે-બે વખત વધારાના ટાઈમ આપતા છતાં પણ સરખા પોઈન્ટ રહ્યા હતા. છેલ્લે ગોલ્ડન બોલ દ્વારા મેચ રમાઈ હતી. જેમાં હરિયાણાની ટીમ 2 પોઈન્ટ વધુ થતા હરિયાણાની ટીમ ચેમ્પિયન બન્યું હતું. આમ, 75-73 પોઈન્ટ સાથે હરિયાણાએ ફાઈનલ મેચ જીતી હતી. હરિયાણા જીત મેળવી ગોલ્ડ પર કબજો કર્યો હતો, જ્યારે રનઅર્પ તેલંગણાને સિલ્વર મેડલ મળ્યો હતો.
ટેક્નિકલ કમિટીના નિર્ણય મુજબ બંને ટીમને બ્રોન્ઝ મેડલ
પુરુષ નેટબોલ સ્પર્ધામાં ત્રીજા સ્થાન માટે દિલ્હી અને ગુજરાતની મેચ યોજાઈ હતી. જેમાં બંને ટીમો વચ્ચે ભારે રસાકસી જામી હતી. બંને ટીમો ચારેય રાઉન્ડમાં સરખા પોઈન્ટ રહ્યા હતા, ટેક્નિકલ કમિટીના નિર્ણય મુજબ બંને ટીમને બ્રોન્ઝ મેડલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.​​​​​​​
પુરુષોની ત્રીજા સ્થાન માટેની મેચ: ગુજરાત અને દિલ્હીને 65-65 થી ડ્રો રહી પુરુષોની ફાઈનલ: હરિયાણા અને તેલગણાની ટીમ 75-73 પોઈન્ટ મેળવ્યાં, હરિયાણા ફાઈનલ જીત્યું.
Advertisement
Tags :
Advertisement

.