મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, 4 ઈજાગ્રસ્ત
હરિયાણાના (Haryana) રોહતકમાં (Rohtak) મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં શનિવારે ગોળીબારની ઘટના બની છે. જાણકારી પ્રમાણે કોલેજના એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયના કાર્યક્રમમાંથી નિકળ્યા તેની થોડીવાર બાદ આ ઘટના ઘટી છે.જાણવા મળ્યા અનુસાર ગોળી વાગી જવાથી 4 યુવકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાં છે. તેમણે પહેલા PGI લઈ જવામાં આવ્યા, તે બાજ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ ક
Advertisement
હરિયાણાના (Haryana) રોહતકમાં (Rohtak) મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં શનિવારે ગોળીબારની ઘટના બની છે. જાણકારી પ્રમાણે કોલેજના એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયના કાર્યક્રમમાંથી નિકળ્યા તેની થોડીવાર બાદ આ ઘટના ઘટી છે.
જાણવા મળ્યા અનુસાર ગોળી વાગી જવાથી 4 યુવકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાં છે. તેમણે પહેલા PGI લઈ જવામાં આવ્યા, તે બાજ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાવવામાં આવ્યા છે.
લોકોનું કહેવું છે કે, સ્કોર્પિઓમાં સવાર થઈવે આવેલા યુવકોએ કારમાં સવાર ચાર યુવકો પર ફાયરિંગ કર્યું હતું. PGIMS પોલીસ મથકમાં તૈનાત અધિકારી પ્રમોદ ગૌતમે જણાવ્યું કે, હાલ ફાયરિંગનું કારણ જાણવા નથી મળ્યું. પોલીસ બનાવની તપાસ કરી રહી છે.
મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના (Maharishi Dayanand University) સુરક્ષા અધિકારી બલરાજ સિંહનું કહેવું છે કે, બે જુથો વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે પરસ્પર ઝઘડો હતો. રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય કાર્યક્રમમાંથી નિકળ્યા લગભગ 20 મિનિટ બાદ ઘટના બની, હુમલાખોરો લાઈબ્રેરી અને ગેટ નંબર 1 પાસે અંધાધૂંધ ફાયરિંગ કરી. ગોળી વાગવાથી ચાર યુવક કુલદીપ, સુશીલ, વિજય અને હર્ષ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયાં છે. જેમાંથી એક મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે.
Advertisement