Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં ગુજરાતની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન, હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન

આજે વહેલી સવારે 5:30 વાગ્યે વડોદરામાં ગુજરાતની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. જેનું રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું. હર્ષ સંઘવીએ 42 કિ.મી.ની મેઇન ઇવેન્ટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ આયોજન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ પોતાની હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જવાન રન, સ્વચ્છતા રન, પ્લેજ રન
વડોદરામાં ગુજરાતની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન  હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન
આજે વહેલી સવારે 5:30 વાગ્યે વડોદરામાં ગુજરાતની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. જેનું રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું. હર્ષ સંઘવીએ 42 કિ.મી.ની મેઇન ઇવેન્ટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ આયોજન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ પોતાની હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જવાન રન, સ્વચ્છતા રન, પ્લેજ રન અને ફન રનને ફ્લેગ ઓફ કરાવ્યું. તેમણે 5 કિં.મી. દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. 
ઈન્ટરનેશનલ મેરેથોનના આયોજનમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જનતાને સંભોધન કર્યું હતું. જેમા તેમણે કહ્યું કે, વડોદરાવાસીઓ બહુ રાહ નથી જોવી પડી ને...! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે મેરેથોનમાં સહભાગી થઇ રહ્યા છે. તમે આજે આટલી ઠંડીમાં વહેલી સવારે ગોદડામાંથી બહાર આવ્યા તે જોઈને આનંદ થયો. આપના આ ઉત્સાહને જોઇને લાગે છે કે, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનું PM મોદીનું સૂત્ર સાર્થક થઇ રહ્યું છે. 
Advertisement

વડોદરાવાસીઓને આજે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો રસ્તે જોવા મળ્યા હતા. આજે શહેરના નવલખી મેદાન ખાતેથી રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ 42 કિ.મી. ની મેઇન ઇવેન્ટને ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં લગભગ 1 લાખ લોકોએ ભાગ લીધો છે. આ મેરેથોનમાં શહેરના તમામ ઐતિહાસિક સ્થાપત્યોના રૂટને આવરી લેવામાં આવ્યા છે. તેમજ વિવિધ કેટેગરીમાં આ મેરેથોન યોજાઈ છે. આ હેરિટેજ મેરેથોને રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવી ફ્લેગ ઓફ કરાવી તેઓ પણ આ મેરેથોનમાં 5 કિ.મી. ની કેટેગરીમાં ભાગ લઈ મેરેથોનના દોડવીરનો ઉત્સાહ વધાર્યો હતો. 

મહત્વનું છે કે, ઇન્ટરનેશનલ મેરેથોનમાં કુલ 92,358 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી ફેલાઈ હોવાના કારણે તેનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં ઉત્સાહથી લોકોએ ભાગ લીધો હતો. શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં દોડવીરોનો થનગનાટ જોવા મળ્યો હતો. વળી આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર દોડી રહ્યા હોય ત્યારે કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની અગમચેતી રૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 300 ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.