નાગરિકો સાથે કોઇ ગેરવર્તન ન થવું જઇએ: હર્ષ સંઘવી
આજે સુરતમાં ગુજરાત પોલીસના એક કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યના કોઈ પણ નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન અને શહેરીજનોને ખાલી ખોટા હેરાન કે પરેશાન કરવા નહીં. જો કોઈ આવી બાબતની મને જાણ થશે તો તે અધિકારી સામે હું પગલા ભરીશ. પછીને તે ભલે ઉચ્ચ અધિકારી હોય. પાસપોર્ટ માટે જેટલો સમય હોય તેટલા જ વà
આજે સુરતમાં ગુજરાત પોલીસના એક કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યના કોઈ પણ નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન અને શહેરીજનોને ખાલી ખોટા હેરાન કે પરેશાન કરવા નહીં. જો કોઈ આવી બાબતની મને જાણ થશે તો તે અધિકારી સામે હું પગલા ભરીશ. પછીને તે ભલે ઉચ્ચ અધિકારી હોય. પાસપોર્ટ માટે જેટલો સમય હોય તેટલા જ વ્યક્તિઓને બોલવામાં આવે અને કામગીરી કરવામાં આવે.
પાસપોર્ટ માટે આવતા નાગરિકોને ધક્કે ચડાવવા નહીં
રાજ્યના ત્વરિત નિર્ણય કરવામાં અવ્વલ એવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને પડતી સમસ્યાને લઇને વધુ કડક વલણ દાખવતા કહ્યું કે, મોબાઈલ ફોનની ચોરી થાય કે પછી પાસપોર્ટનું કામ હોય નાગરિકોને બીજો ધક્કો ન ખાવો પડે તેવી વ્યવસ્થા કરો. નાગરિકોને એપોઈમેન્ટ આપવામાં આવે જેથી તેમને હાલાકી ન પડે.
સમાજના કોઈપણ નાગરિક જોડે ગેર વ્યવહાર થાય અને મારા સુધી આ વાત પહોંચશે તો ગૃહ વિભાગ તમામ અધિકારીઓ સામે પગલા ભરશે.
Advertisement