હરમનપ્રીત કૌરની આક્રમક બેટિંગ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર હરાવી રચ્યો ઈતિહાસ
મેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ T20I સિરીઝ રમી રહી છે તો બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ રમી છે. બુધવારે ઈંગ્લેન્ડ સામે સિરીઝની બીજી વનડે મેચ રમાઈ હતી જેમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેચ પોતાના નામે કરી હતી. ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 88 રનના માર્જીનથી મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 23 વર્ષના લાà
મેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ T20I સિરીઝ રમી રહી છે તો બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ રમી છે. બુધવારે ઈંગ્લેન્ડ સામે સિરીઝની બીજી વનડે મેચ રમાઈ હતી જેમા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેચ પોતાના નામે કરી હતી. ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 88 રનના માર્જીનથી મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
Advertisement
23 વર્ષના લાંબા અંતર બાદ ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. મહત્વનું છે કે, 23 વર્ષના લાંબા અંતર બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતવામાં સફળ રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 1999માં 2-1થી શ્રેણી જીતી હતી. ભારત પાસે હવે પ્રથમ વખત ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં તેમની જ ધરતી પર ક્લીન સ્વીપ કરવાની તક હશે.
હરમનપ્રીતને શાનદાર બેટિંગ માટે Man of the Match જાહેર
કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ના 111 બોલમાં અણનમ 143 રન અને હરલીન દેઓલ (Harleen Deol) ના 58 રનની મદદથી ભારતીય ટીમે 5 વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ (All Out) થઈ ગઈ હતી. હરમનપ્રીતને તેની શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ (Man of the Match) જાહેર કરવામાં આવી હતી.
ભારતીય મહિલા ટીમનો આ બીજો સર્વોચ્ચ સ્કોર
ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરીને મેચની શરૂઆત કરી હતી. ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં રેકોર્ડ 5 વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ODI ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમનો આ બીજો સર્વોચ્ચ સ્કોર હતો. વર્ષ 2017 મા સૌ પ્રથમ 358 રન 2 વિકેટના નુકસાને બનાવ્યા હતા.
વનડેમાં ભારતીય મહિલા ટીમનો સર્વોચ્ચ સ્કોર
358/2 વિ. આયર્લેન્ડ, 2017
333/5 વિ. ઈંગ્લેન્ડ, 2022
317/8 વિ. વેસ્ટ ઈન્ડિઝ, 2022
302/8 વિ. દક્ષિણ આફ્રિકા, 2018
298/2 વિ. વેસ્ટ ઈન્ડિઝ, 2004
રેણુકાએ ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને કર્યો Fail
ભારતના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને બીજી ઓવરમાં પ્રથમ ફટકો ત્યારે લાગ્યો જ્યારે હરમનપ્રીત કૌરના ચોક્કસ થ્રો પર ટેમી બ્યુમેન્ટ 6 રનમાં રનઆઉટ થઈ ગઈ. આ પછી ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહે આગલી જ ઓવરમાં સોફિયા ડંકલીને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. એમ્મા લેમ્બે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રેણુકાએ પણ તેને એલબીડબ્લ્યુ આઉટ કરીને યજમાન ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો.
સ્મૃતિએ 40 રન બનાવ્યા
મેચની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ 1-0ની લીડ સાથે ઉતરેલી ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ માટે બોલાવવામાં આવી હતી. જોકે, ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર શેફાલી વર્મા ફરી એકવાર નિષ્ફળ રહી હતી અને બીજી ઓવરમાં માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી સ્મૃતિ મંધાનાએ યાસ્તિકા ભાટિયા સાથે મળીને ઈનિંગ સંભાળી અને બીજી વિકેટ માટે 61 બોલમાં 54 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 50થી આગળ લઈ ગઈ. યસ્તિકા 34 બોલમાં 26 રન બનાવીને 12મી ઓવરમાં આઉટ થઇ હતી. આ પછી સ્મૃતિ અને હરમનપ્રીતે ત્રીજી વિકેટ માટે 45 બોલમાં 33 રનની ભાગીદારી કરી હતી. મંધાના 20મી ઓવરમાં 51 બોલમાં 40 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
હરલીન દેઓલ સાથે હરમનપ્રીત કૌરે રેકોર્ડ ભાગીદારી કરી
ટીમ ઈન્ડિયા 99ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં દેખાઈ રહી હતી, પરંતુ હરલીન દેઓલ સાથે હરમનપ્રીત કૌરે રેકોર્ડ ભાગીદારી કરી. બંનેએ ચોથી વિકેટ માટે 125 બોલમાં 113 રનની સદીની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન હરલીને પોતાની અડધી સદી પૂરી કરી અને 40મી ઓવરમાં 72 બોલમાં 58 રન બનાવીને આઉટ થઈ ગઈ.
Advertisement