હરમનપ્રીત કૌરને ICCએ આપ્યું મોટું ઈનામ, આ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની
ભારતીય મહિલા ટીમ (Indian Women's Team)ની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ને ICC દ્વારા એક મોટું સન્માન આપવામાં આવ્યું છે. જીહા, સપ્ટેમ્બર મહિના માટે ICC ક્રિકેટર ઓફ ધ મંથ એવોર્ડ (ICC Cricketer of the Month Award)ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતની હરમનપ્રીત કૌરને મહિલા ખેલાડીઓમાં સપ્ટેમ્બરની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે જ્યારે પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને સપ્ટેમ્બરના સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડી àª
ભારતીય મહિલા ટીમ (Indian Women's Team)ની કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ને ICC દ્વારા એક મોટું સન્માન આપવામાં આવ્યું છે. જીહા, સપ્ટેમ્બર મહિના માટે ICC ક્રિકેટર ઓફ ધ મંથ એવોર્ડ (ICC Cricketer of the Month Award)ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતની હરમનપ્રીત કૌરને મહિલા ખેલાડીઓમાં સપ્ટેમ્બરની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે જ્યારે પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને સપ્ટેમ્બરના સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડી જાહેર કરવામાં આવ્યા છે.
ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની હરમનપ્રીત કૌરને સોમવારે સપ્ટેમ્બર 2022 માટે ICC મહિલા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌરે આ એવોર્ડ મેળવવા માટે સાથી ખેલાડી સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાનાને પાછળ છોડી દીધી છે. હરમનપ્રીતે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઐતિહાસિક જીતમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણીએ સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણીમાં 221ની સરેરાશ અને 103.27ના સ્ટ્રાઈક રેટથી 221 રન બનાવ્યા હતા અને તે ટૂર્નામેન્ટની સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની હતી. હરમનપ્રીતે પ્રથમ વનડેમાં 74 રનની અણનમ ઈનિંગ રમી હતી અને બીજી વનડેમાં 111 બોલમાં 143 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેમની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચ્યો હતો. 1999 પછી ઈંગ્લેન્ડમાં ભારતીય મહિલા ટીમની આ પ્રથમ શ્રેણી જીત હતી.
Advertisement
ICC નો આ એવોર્ડ જીતનારી હરમનપ્રીત કૌર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. સપ્ટેમ્બરમાં સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું. આ બંને ખેલાડીઓને હરાવીને હરમનપ્રીત કૌરે આ એવોર્ડ જીત્યો હતો. હરમનપ્રીતે સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડમાં ઓડીઆઈ શ્રેણીમાં 221ની સરેરાશ અને 103.27ના સ્ટ્રાઈક રેટથી 221 રન બનાવ્યા હતા, જે ટૂર્નામેન્ટમાં કોઈપણ અન્ય બેટ્સમેન કરતા વધુ હતા.
હરમનપ્રીતે એવોર્ડ જીત્યા બાદ શું કહ્યું?
હરમનપ્રીતે એવોર્ડ જીત્યા બાદ કહ્યું, “એવોર્ડ માટે નોમિનેટ થવું ખૂબ જ સરસ હતું અને તે જીતવું એ એક અદ્ભુત લાગણી છે. સ્મૃતિ અને નિગાર સાથે વિજેતા તરીકે નામાંકિત થવું ખૂબ જ વિનમ્ર છે.” તેણે કહ્યું કે, મેં હંમેશા મારા દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવ્યો છે અને ઈંગ્લેન્ડમાં ઐતિહાસિક વનડે શ્રેણી જીતવી મારી કારકિર્દીની ઐતિહાસિક ક્ષણ હશે.
પુરુષોની રેસમાં મોહમ્મદ રિઝવાને મારી બાજી
ICC દ્વારા પુરૂષોની શ્રેણીમાં આ પુરસ્કાર પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને આપવામાં આવ્યો છે. ગયા મહિને 10 આંતરરાષ્ટ્રીય મેચોમાં સાત અડધી સદી ફટકારનારા મોહમ્મદ રિઝવાન છેલ્લા કેટલાક સમયથી સતત રન બનાવી રહ્યો છે. તે વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી પણ હશે તેવી પણ ચર્ચા છે. હાલમાં જ ઈંગ્લેન્ડ સામેની 7 T20 મેચોની શ્રેણીમાં પણ તેના બેટમાંથી ઘણા રન નીકળ્યા હતા.
એવોર્ડ જીત્યા બાદ શું કહ્યું રિઝવાને?
પુરૂષોની શ્રેણીમાં રિઝવાને ઈનામની રેસમાં ભારતના ડાબા હાથના સ્પિનર અક્ષર પટેલ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને હરાવ્યા છે. રિઝવાને સપ્ટેમ્બરમાં પણ શાનદાર ફોર્મ બતાવ્યું હતું. રિઝવાને કહ્યું, "આવી સિદ્ધિઓ તમારા ઉત્સાહને વેગ આપે છે. હું મારા પ્રદર્શનથી ખુશ છું અને ઓસ્ટ્રેલિયામાં આ જ ગતિ જાળવી રાખવા માંગુ છું. હું આ પુરસ્કાર પાકિસ્તાનના લોકોને સમર્પિત કરવા માંગુ છું જેઓ પૂર અને જળવાયુ પરિવર્તનથી પ્રભાવિત છે.
Advertisement