ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હાર્દિક પટેલને દિલ્હીનું તેડું, કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે કરશે મુલાકાત

વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તોડજોડની રાજનીતિએ પણ વેગ પકડ્યો છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પાર્ટી છોડી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. ગુજરાતમાં એક તરફ નરà
10:21 AM Apr 17, 2022 IST | Vipul Pandya
વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તોડજોડની રાજનીતિએ પણ વેગ પકડ્યો છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પાર્ટી છોડી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. 
ગુજરાતમાં એક તરફ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાતે વેગ પકડ્યો છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસની નિર્ણય શક્તિ અંગે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે આપેલા નિવેદનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ અને જૂથવાદ સ્પષ્ટ જોઈ શકાય છે. 
શું કહ્યું હતું હાર્દિક પટેલે ? 
મીડિયા સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આ ઉપરાંત 14 તારીખે ટ્વિટ્ટ કરીને પણ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે “સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી  પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતૃત્વનો શો અર્થ! આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને કરતો રહીશ. પદના મોહતાજ નહીં પણ કામનો ભૂખ્યો છું.”

હાર્દિક પટેલના આ પ્રકારના નિવેદનને લઈને દિલ્હીનું તેડું આવ્યું છે. હાર્દિક પટેલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. 
Tags :
DelhiGujaratFirstHardikPatelNareshPatelrahulgandhitwitter
Next Article