હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ: સંત નૌતમ સ્વામી
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને તમામ પક્ષ પૂરી તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે આજે વિરમગામ રાજ્યના રાજકારણનું કેન્દ્ર બિંદુ બનવા જઇ રહ્યું છે. મહત્વનું છે કે, હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિને લઈને વિરમગામ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું છે.370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય-નૌતમ સ્વામીહાર્દિક પટેલના પિતાની પુણ્યતિથી નિમિત્તે રાખવામાં આવેલà
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને તમામ પક્ષ પૂરી તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે આજે વિરમગામ રાજ્યના રાજકારણનું કેન્દ્ર બિંદુ બનવા જઇ રહ્યું છે. મહત્વનું છે કે, હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિને લઈને વિરમગામ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું છે.
370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય-નૌતમ સ્વામી
હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથી નિમિત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં નેતાઓ સહિત સાધુ-સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામી પણ હાજર છે. તેમણે આ દરમિયાન કહ્યું કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે તે વાત પર પણ તેમણે જોર આપ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે, 370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય.
હાર્દિક પટેલે આ અંગે ટ્વીટ કર્યું હતું
હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યું, આજે મારા આદરણીય પિતાજીની પ્રથમ પુણ્યતિથિ છે. આ પ્રસંગે આજે મારા વતનમાં રામ ધૂન, બ્રહ્મભોજન અને સુંદરકાંડના પાઠનો ધાર્મિક કાર્યક્રમ છે. મારા પિતાજી દરરોજ શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરતા હતા, આજે હું તેમની યાદમાં 3500 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કરીશ.
Advertisement
ગુજરાતની રાજનીતિનીમાં એક યુવા ચહેરા તરીકે જો કોઇ શખ્સને યાદ કરવામાં આવે તો હાર્દિક પટેલનું નામ મોખરે જોવા મળશે. જીહા, હાર્દિક પટેલ ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીથી રાજ્યની રાજનીતિમાં ઝળક્યો હતો. જોકે, હવે તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઇ ચુક્યો છે. તાજેતરમાં તેના કોંગ્રેસ પક્ષ છોડવાને લઇને ઘણા તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. આ વચ્ચે આજે વિરમગામ રાજ્યનું રાજકારણનું કેન્દ્ર બિંદુ બનવા જઇ રહ્યું છે. આજે હાર્દિક પટેલ તેમના વતન વિરમગામ ખાતે તેમના પિતાની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સવારે 6.30 વાગ્યાથી રામધૂન તથા ગુરુના આશીર્વચનનો કાર્યક્રમ શરૂ થયો છે. બપોરે 12 વાગ્યે રામભોજન અને ત્યારબાદ બપોરે 3 વાગ્યે સુંદરકાંડના પાઠ થશે. આ સમગ્ર કાર્યક્રમની સૌથી આકર્ષક બાબત એ છે કે, આ માટે હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આમંત્રણ પાઠવ્યું છે. વળી આજે વિરમગામમાં ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હાજર રહે તેવી શક્યતા છે. ઉપરાંત કોંગ્રેસના પ્રભારી સહિતના ધારાસભ્યો પણ હાજર રહેશે.
હાર્દિક પટેલે કર્યું ટ્વીટ
આદરણીય પિતાની પ્રથમ પુણ્યતિથિ પર આયોજિત રામ ધૂન પર સત્સંગના સ્થળે ભગવાન શ્રી રામની અદભૂત મૂર્તિની પૂજા કરી. જીહા જય શ્રી રામ
છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલને લઇને રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે આજે હાર્દિક પટેલે તેમના પિતાની પુણ્યતિથી પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપી વધુ એકવાર સસ્પેન્સ ક્રિએટ કરવાનું કામ કર્યું છે. હાર્દિક પટેલની કોંગ્રેસ પાર્ટી તરફી નારાજગી વચ્ચે આજે વિરમગામમાં રાજકીય ડ્રાર્માના દ્રશ્યો સર્જાય તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આ કાર્યક્રમમાં આજે બપોરે 3 વાગ્યે CM ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીની સિક્યુરીટી માટે વિવિધ વિભાગના અઘિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. વિરમગામના આઇટીઆઇ કેન્દ્ર કમ્પાઉન્ડમા હેલીપેડ બનાવાયું છે. હાર્દિકના પિતા ભરતભાઇ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં રામધૂન, ગુરૂ અમૃતવાણી, સુંદરકાંડના પાઠ અને રામભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.
Advertisement
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો દૌર શરૂ થયો છે કે કોઇ પણ સમયે હાર્દિક પટેલ કોંગ્રેસને બાય બાય કહી શકે છે અને કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. જોકે, આવું અચાનક પણ નથી થયું. હાર્દિક પટેલ રોજ નવા ટ્વીટ અને વોટ્સએપ ડીપીથી સતત ચર્ચા વધારી રહ્યા છે. તેમની પક્ષ પ્રત્યેની નારાજગી આંખે ઉડીને વળગે તેમ છે. હાર્દિક પટેલ એક પછી એક મોટા ધડાકો કરી રહ્યા છે. હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. હાર્દિકના પરિવારજનો સીએમ અને પાટીલને આમંત્રણ આપવા ગયા હતા. હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર રાજકીય હરીફોને આમંત્રણ આપ્યું છે તેનાથી કોંગ્રેસ પક્ષમાં પણ ઘણી ચર્ચાઓ તેજ બની છે.