Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ટ્વીટ કરી આપી જાણકારી

છેલ્લા ઘણા સમયથી એવી અટકળો હતી કે, હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી શકે છે. વળી એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે હાર્દિક પટેલની નારાજગી સતત વધતી જઇ રહી છે, જેના કારણે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને તે વાત હવે સાચી સાબિત થઇ છે. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવનાર હાર્દિક પટેલે
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું  ટ્વીટ કરી આપી જાણકારી
છેલ્લા ઘણા સમયથી એવી અટકળો હતી કે, હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી શકે છે. વળી એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે હાર્દિક પટેલની નારાજગી સતત વધતી જઇ રહી છે, જેના કારણે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને તે વાત હવે સાચી સાબિત થઇ છે. 
જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવનાર હાર્દિક પટેલે આખરે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. જોકે, હજુ એ વાતની સ્પષ્ટતા નથી કે તે કોઇ પક્ષમાં જાય છે કે પછી કોઇ અન્ય પક્ષ બનાવે છે. પરંતુ એકવાત અહીં સ્પષ્ટ થાય છે કે જે રીતે તેની કોંગ્રેસથી નારાજગી હતી તે પક્ષ દ્વારા દૂર ન જ કરી શકાઇ. એક તરફ કોંગ્રેસ પાર્ટી ચિંતન શિબિર કરે છે પરંતુ પાર્ટીમાં શું તકલીફ ચાલી રહી છે, તેને લઇને જાણે કોઇ ચિંતા જ ન હોય તેવું હાર્દિક પટેલના પાર્ટી છોડ્યા બાદ લાગી રહ્યું છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું ટ્વીટ મારફતે જાહેર કર્યું છે. મહત્વનું છે કે, તેમણે પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.
Advertisement

રાજીનામાનો પત્ર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં ટ્વીટ કરીને હાર્દિક પટેલે લખ્યું, 'આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા અને તેઓ રાજ્યના નેતાઓ અને હાઈકમાન્ડને સતત સવાલો કરી રહ્યા હતા. 
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત તેમણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તો ત્યાં સુધી પણ કહ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી કરાવવામાં આવી હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી.
થોડા દિવસો પહેલા પત્રકારોએ હાર્દિક પટેલને પૂછ્યું હતું કે, તમે ભાજપમાં જોડાવાના છો તેવી અટકળો ચાલી રહી છે. આ અંગે હાર્દિક પટેલે હા કે ના માં જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે, લોકો અનેક પ્રકારની વાતો કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ અને જો બાઇડેન ચૂંટણી જીત્યા ત્યારે મેં તેમના વખાણ કર્યા હતા. મેં તેમની પ્રશંસા કરી હતી કારણ કે તેમણે જે વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા છે તે ભારતીય મૂળના છે. જો બાઇડેનની પ્રશંસા કરવાનો અર્થ શું છે? શું હું તેની પાર્ટીમાં જાઉં છું?
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે હાર્દિક પટેલના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, તે ચોક્કસપણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બની ગયો છે, પરંતુ તેને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી અને નેતાઓ સતત તેને સાઈડલાઈન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિક પટેલે રાજ્ય એકમના નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ઈચ્છે છે કે હું કોંગ્રેસ છોડું. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસ ખૂબ જ નબળી છે અને હાલમાં તે ચૂંટણી જીતવાની સ્થિતિમાં દેખાતી પણ નથી.
Tags :
Advertisement

.