Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હાર્દિક પટેલે ટ્વિટર પરથી કોંગ્રેસનો હોદ્દો દૂર કર્યો, કહ્યું - જે હોદ્દાનો કોઈ મતલબ નથી તેને શું કામ રાખું?

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઇને દિવસેને દિવસે રાજકારણમાં ગરમાવ વધી રહ્યો છે. એક તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં આવવા મુદ્દે મગનું નામ મરી નથી પાડી રહ્યા. તો બીજી તરફ હાર્દિક પટેલ (Hardik Patel) અને કોંગ્રેસ વચ્ચેનું કોકડું વધારે ગૂંચવાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) વચ્ચે ચાલી રહેલી હુંસાતુંસી ફરી એક વખત સપાટી પર આવી à
12:58 PM May 02, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઇને દિવસેને દિવસે રાજકારણમાં ગરમાવ વધી રહ્યો છે. એક તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં આવવા મુદ્દે મગનું નામ મરી નથી પાડી રહ્યા. તો બીજી તરફ હાર્દિક પટેલ (Hardik Patel) અને કોંગ્રેસ વચ્ચેનું કોકડું વધારે ગૂંચવાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) વચ્ચે ચાલી રહેલી હુંસાતુંસી ફરી એક વખત સપાટી પર આવી છે. ત્યારબાદથી  ફરી એક વખત ચર્ચાનો માહોલ ગરમાયો છે.
કોંગ્રેસના પોસ્ટરમાંથી ગાયબ
ગુજરાત કોંગ્રેસ દ્વારા સત્યમેય જયતે જનસભાના પોસ્ટરમાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો ફોટો રાખવામાં નથી આવ્યો.  ધરપકડ બાદ જામીન મળતા ગુજરાત આવી રહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનારી આ જનસભાના પોસ્ટરમાં ક્યાંય પણ હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવ્યું નથી. તો બીજી તરફ આ પોસ્ટર સાામે આવ્યા બાદ હાર્દિકે પણ તેનો જવાબ આપ્યો છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર બાયોમાં ફેરફાર કર્યો છે.
ટ્વિટર પરથી કોંગ્રેસનું નામ હટાવ્યું
હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ દૂર કરી દીધું છે. આ પહેલા હાર્દિકના ટ્વિટર પર ‘કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ’ એવું લખેલું હતું. જે તેણે દૂર કરી દીધું છે. અત્યારે હાર્દિકના ટ્વિટર હેન્ડલ પર લખેલું છે કે ‘ભારતીય દેશભક્ત. સામાજિક અને રાજકીય કાર્યકર, ઉતકૃષ્ઠ ભારત માટે સમર્પિત.’ હાર્દિકના આ પગલા બાદથી ફરી એક વખત એનક તર્ક વિતર્ક શરુ થયા છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક અને કોંગ્રેસ વચ્ચેની ખાઇ દિવસેને દિવસે વધારે મોટી થતી જાય છે.
હાર્દિક પટેલે શું કહ્યું?
આ અંગે જ્યારે હાર્દિક પટેલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ‘જે હોદ્દાનો કોઈ મતલબ નથી તેને શું કામ રાખું, ખાલી ખાલી હોદ્દો લખવાનો કોઈ મતલબ નથી.’ જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચે ખટરાગ વધ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે એવી અટકળો પણ ચાલી રહી છે કે ટૂંક સમયમાં હાર્દિક કોંગ્રેસ છોડી શકે છે. એક વાત તેમની ભાજપમાં જોડાવાની પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા હાર્દિકે ભાજપના વખાણ પણ કર્યા હતા.
Tags :
GujaratCongressGujaratFirstHardikPatelકાર્યકારીઅધ્યક્ષકોંગ્રેસટ્વિટરહાર્દિકપટેલ
Next Article