રાજકોટમાં યોજાઇ હર ઘર તિરંગા યાત્રા, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા
આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીની પૂરજોર તૈયારીઓ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તમામ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. આ આહ્વહાન અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. આજે રાજકોટમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરે àª
આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીની પૂરજોર તૈયારીઓ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તમામ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. આ આહ્વહાન અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. આજે રાજકોટમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં પણ આ ખાસ અવસરને યાદગાર બનાવવાની પૂરી તૈયારીઓ થઇ રહી છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ગુજરાતમાં વિવિધ શહેરો અને નાના ગામોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શુક્રવારે રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં અબાલ વૃદ્ધ સૌ હોંશભેર જોડાયા હતા.
રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. રાજકોટના બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધી તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ યાત્રામાં જોડાયા હતા. ઉપરાંત સાંસદ મોહન કુંડારીયા તથા સાંસદ વિનોદ ચાવડા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આઝાદીના અમૃત મહોત્સવની વાસ્તવિક ઉજવણી 13થી 15 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે, પરંતુ 2 ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાનને લગતા કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ અભિયાનનો હેતુ લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવાનો છે. તેનાથી લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થશે અને તેઓ તિરંગા વિશે વધુ સમજી શકશે
Advertisement