Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડિજીટલ તિરંગામાં જોવા મળશે તમારી તસવીર, વેબસાઇટ પર જઇ ક્લિક કરો

 દેશમાં આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. આ પર્વને આઝાદીના અમૃત ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહન પર સરકાર હર ઘર પર તિરંગા અભિયાન પણ ચલાવી રહી છે. આ અભિયાનમાં લોકોએ પોતાના ઘરે તિરંગો ફરકાવવાનો છે.આ માટે સરકારે એક ખાસ વેબસાઈટ પણ બનાવી છે. આ વેબસાઇટ પરથી, તમે હર ઘર તિરંગા અભિયાનનો ભાગ બનીને તેનું પ્રમાણપત્ર પàª
ડિજીટલ તિરંગામાં જોવા મળશે તમારી તસવીર  વેબસાઇટ પર જઇ ક્લિક કરો
 દેશમાં આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. આ પર્વને આઝાદીના અમૃત ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહન પર સરકાર હર ઘર પર તિરંગા અભિયાન પણ ચલાવી રહી છે. આ અભિયાનમાં લોકોએ પોતાના ઘરે તિરંગો ફરકાવવાનો છે.
આ માટે સરકારે એક ખાસ વેબસાઈટ પણ બનાવી છે. આ વેબસાઇટ પરથી, તમે હર ઘર તિરંગા અભિયાનનો ભાગ બનીને તેનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમે તમારી સેલ્ફી પણ અહીં અપલોડ કરી શકો છો.
તમે અહીં તમારા તિરંગો સાથે ક્લિક કરેલી સેલ્ફી અપલોડ કરીને ડિજિટલ તિરંગામાં તમારી જાતને સામેલ કરી શકો છો. દુનિયાભરના લોકો તેને જોઈ શકે છે. ડિજીટલ તિરંગામાં કઇ રીતે તમારી તસવીર જોવા મળે છે તે અહીં સંપૂર્ણ પદ્ધતિ તબક્કાવાર સમજાવવામાં આવી છે.
આ માટે તમારે પહેલા તિરંગા સાથે તમારો ફોટો અથવા સેલ્ફી ક્લિક કરવાની રહેશે. ફોટોમાં તમારો ચહેરો અને તિરંગો સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ. આ પછી તમારે harghartiranga.com વેબસાઇટ ખોલવી પડશે. 
અહીં તમને Upload Selfie With Flag નો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારે તમારા તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની રહેશે. પછી નામ અને અન્ય માહિતી ભરીને સબમિટ કરો.
ફોટો અપલોડ થયા પછી રાહ જુઓ. સાઈટ પર તસવીરો અપલોડ કરવામાં આવશે. વેબસાઇટ અનુસાર, અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ સેલ્ફી અપલોડ કરવામાં આવી છે. તમે આ વેબસાઈટ પરથી હર ઘર તિરંગા અભિયાનનો ભાગ બનવાનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. 
Advertisement
Tags :
Advertisement

.