Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંજય રાઉત પર EDની કાર્યવાહીથી ખુશ નવનીત રાણા, કહ્યું- એજન્સીએ ઘણો સમય લીધો

શિવસેનાના નેતા સંજય રાઉત પર EDની કાર્યવાહી પર અમરાવતીના સાંસદ નવનીત રાણાની પ્રતિક્રિયા સામે આવી છે. નવનીત રાણાએ ઘણીવાર શિવસેના પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ED દ્વારા આ કાર્યવાહી ઘણા મહિનાઓ પહેલા જ થવી જોઈતી હતી. તેમણે કહ્યું કે પાત્ર ચાલ સહિત ઘણી જગ્યાએ કૌભાંડ થયું છે. તેમણે કહ્યું કે સંજય રાઉત 25 થી 30 કંપનીઓમાં ભાગીદાર છે અને તેમની સાથે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આટલું
09:11 AM Aug 01, 2022 IST | Vipul Pandya
શિવસેનાના નેતા સંજય રાઉત પર EDની કાર્યવાહી પર અમરાવતીના સાંસદ નવનીત રાણાની પ્રતિક્રિયા સામે આવી છે. નવનીત રાણાએ ઘણીવાર શિવસેના પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ED દ્વારા આ કાર્યવાહી ઘણા મહિનાઓ પહેલા જ થવી જોઈતી હતી. તેમણે કહ્યું કે પાત્ર ચાલ સહિત ઘણી જગ્યાએ કૌભાંડ થયું છે. તેમણે કહ્યું કે સંજય રાઉત 25 થી 30 કંપનીઓમાં ભાગીદાર છે અને તેમની સાથે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આટલું જ નહીં, નવનીત રાણાએ કહ્યું કે જે લોકો ભ્રષ્ટાચાર દ્વારા જનતાની મહેનતની કમાણી ચાઉ કરી જાય છે   તેમની સામે કાર્યવાહી કરવાનો EDને અધિકાર છે.
નવનીત રાણાએ કહ્યું કે સંજય રાઉત EDના સમન્સનો પણ જવાબ આપી રહ્યા નથી. ક્યારેક તેઓ સરકાર રચવાની વાત કરતા તો ક્યારેક કહેતા કે હું સંસદના સત્રમાં વ્યસ્ત છું. ભ્રષ્ટાચારના મામલાઓમાં તે સરખો જવાબ આપતી નહતાં, જે ખોટું છે. મહારાષ્ટ્રની જનતા ચોક્કસપણે ભ્રષ્ટાચાર કરનારાઓ સામે લડશે. છત્રપતિ શિવાજી મહારાજે આપણને આ જ શીખવ્યું હતું. નવનીત રાણાએ સંજય રાઉત પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે જો તમે સાચા છો તો તમારે શરુઆત પૂછપરછમાં સામેલ થવું જોઈતું હતું. જો તમે ગરીબોની કમાણીમાંથી સંપત્તિ ઉભી કરો છો, તો EDને પૂછપરછ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. 
અમરાવતીના સાંસદ શિવસેના સાથે સંઘર્ષ રહ્યો છે. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરે સરકારના કાર્યકાળ દરમિયાન તેમની અને તેમના પતિ રવિ રાણાની પણ ધરપકડ પણ કરાઇ હતી સાથે આ દંપતિને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી, જે બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હંગામો મચી ગયો હતો. આ મુદ્દે નવનીત રાણા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જેલમાં જવું પડ્યું હતું. જો કે લગભગ બે અઠવાડિયા પછી નવનીત રાણા અને તેના પતિને જામીન મળી ગયા. નવનીત રાણા ઘણીવાર શિવસેના પર પ્રહાર કરતા રહ્યા છે. એટલું જ નહીં, તેણે ઘણી વખત ઉદ્ધવ ઠાકરેને પણ આડા હાથે લીધા હતા. 
Tags :
edGujaratFirstNavneetRanaSanjayRautUddhavThackeray
Next Article