Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ જિલ્લાના લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર, દૂધના ખરીદભાવમાં 30નો કર્યો વધારો

બનાસ ડેરી (Banas Dairy)દ્વારા ચાલુ વર્ષમાં સતત ચોથી વાર દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે(Milk kg fat) રૂપિયા ૩૦ નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને(Cattle breeders) દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભà«
આ જિલ્લાના લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર  દૂધના ખરીદભાવમાં 30નો કર્યો વધારો
Advertisement
બનાસ ડેરી (Banas Dairy)દ્વારા ચાલુ વર્ષમાં સતત ચોથી વાર દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે(Milk kg fat) રૂપિયા ૩૦ નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને(Cattle breeders) દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે.
બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો

બનાસ ડેરીએના ભાવ વધારાથી લાખો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. બનાસ ડેરી દ્વારા સારા ભાવ આપવામાં આવતા બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ દિન પ્રતિદિન વધી છે. ત્યારે આ પહેલાના સમયમાં શિયાળાની અંદર જેમ જેમ દૂધની આવકમાં વધારો થતો, ત્યારે દૂધના ભાવમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ હવે શિયાળો હોય કે અન્ય કોઈપણ ઋતુ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે, અગાઉ પ્રતિ કિલો ફેટ પર રૂપિયા 760 ચૂકવાતા હતા અને નવા ભાવ વધારાથી હવે પશુપાલકોને રૂપિયા 790 ચૂકવાશે.

ગાંધીનગર જિલ્લા દૂધ સંઘે પણ ભાવ વધારો કર્યો હતો

ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોના હિતમાં 9 ડિસેમ્બરે નિર્ણય લીધો હતો. ગાંધીનગર દૂધ સંધે દૂધના કિલો ફેટમાં ભાવમાં વધોરો કર્યો હતો. પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો વધોરો કર્યો હતો. દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિેલ્લા દૂધ સંધની મોટી ભેટ મળી હતી. જે 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચુકવવામાં શરૂ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અનેક પશુપાલકો છે, આ ભાવ વધારાથી તેમનામાં ખુશી જોવા મળી હતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×