Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અઝાન દરમિયાન હનુમાન ચાલીસા નહીં વગાડી શકાય, જાણો ક્યાં આપવામાં આવ્યો આવો આદેશ?

લાઉડસ્પીકરનો વિવાદ ધીમે ધીમે વધતો જાય છે. તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાસિક પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે શહેરમાં અઝાન દરમિયાન હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી નહીં આપવામાં આવે. વધુમાં કહ્યું કે અજાનના 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછી પણ હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં. નાશિક પ્રશાસનનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.મસ્જિદની નજીક હનુમàª
અઝાન દરમિયાન હનુમાન ચાલીસા નહીં વગાડી શકાય  જાણો ક્યાં આપવામાં આવ્યો આવો આદેશ
લાઉડસ્પીકરનો વિવાદ ધીમે ધીમે વધતો જાય છે. તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાસિક પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે શહેરમાં અઝાન દરમિયાન હનુમાન ચાલીસા વગાડવાની મંજૂરી નહીં આપવામાં આવે. વધુમાં કહ્યું કે અજાનના 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછી પણ હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં. નાશિક પ્રશાસનનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મસ્જિદની નજીક હનુમાન ચાલીસા નહીં  વગાડી શકો 
નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેના જણાવ્યા અનુસાર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે ફરજિયાત પરવાનગી લેવી પડશે. અઝાન પહેલા અને પછી 15 મિનિટની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મસ્જિદના 100 મીટરની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશનો હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે.
Advertisement

લાઉડસ્પીકર વગાડવા માટે મંજૂરી લેવાની રહેશે
કમિશનરે કહ્યું કે તમામ ધાર્મિક સ્થળોને 3 મે સુધીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 3 મે પછી જો કોઈ ઉલ્લંઘન કરતું જોવા મળશે તો ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
લાઉડસ્પીકર અંગે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપીએ લાઉડસ્પીકર વિવાદને લઈને બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે હવે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવા માટે મંજૂરી લેવી પડશે. મંજૂરી વગર લાઉડ સ્પીકર લગાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ ઠાકરેની ચેતવણી 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી લેવા જોઈએ નહીં તો મસ્જિદોની સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. જે બાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
Tags :
Advertisement

.