Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાણા દંપતીએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો, કહ્યું - દંભી લોકોની...

શનિવારે ભારે હોબાળા બાદ રવિ રાણા અને સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ પાછો ખેંચી લીધો હતો. હનુમાન ચાલીસાના પાઠને લઈને મહારાષ્ટ્રમાં ભારે હોબાળો થયો હતો, જેનો આજે નાટકીય અંત આવ્યો. સવારે નવ વાગ્યે રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાના મૂડમાં હતા. આ જાહેરાતની સાથે જ શિવસેનાના કાર્યકર રાણા દંપતીના અમરાવતી અને મુંàª
રાણા દંપતીએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ
કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો  કહ્યું   દંભી લોકોની

શનિવારે ભારે
હોબાળા બાદ રવિ રાણા અને સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર
હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ પાછો ખેંચી લીધો હતો. હનુમાન ચાલીસાના પાઠને લઈને
મહારાષ્ટ્રમાં ભારે હોબાળો થયો હતો
, જેનો આજે નાટકીય અંત આવ્યો. સવારે નવ વાગ્યે રાણા દંપતી માતોશ્રીની
બહાર હનુમાન ચાલીસા વાંચવાના મૂડમાં હતા. આ જાહેરાતની સાથે જ શિવસેનાના કાર્યકર
રાણા દંપતીના અમરાવતી અને મુંબઈના નિવાસસ્થાને સવારે હંગામો મચી ગયો હતો. આ
દરમિયાન શિવસેનાના કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. બેરિકેડીંગ તોડી
નાખવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી શિવસેનાના કાર્યકર્તાઓ તેમના નિવાસસ્થાનની
બહાર ઉભા રહ્યા.

Advertisement

 

#WATCH Shiv Sena workers protest outside the residence of Amravati MP Navneet Rana in Mumbai as the MP plans to chant Hanuman Chalisa along with her husband MLA Ravi Rana outside 'Matoshree' the residence of #Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/OR7CQQpWlk

— ANI (@ANI) April 23, 2022

" title="" target="">javascript:nicTemp();

મહારાષ્ટ્રના
ધારાસભ્ય રવિ રાણા અને તેમની પત્ની અને સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેના
નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની તેમની જાહેરાત પાછી ખેંચી
લીધી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે તેણે ગુંડાઓને મોકલ્યા
, જેમણે અમારા ઘરની બહાર હંગામો મચાવ્યો. અમારો હેતુ તેમની
વાસ્તવિકતા બતાવવાનો હતો. આ સિવાય આ રાજકીય દંપતીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી
રવિવારે દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં ભાગ લઈ રહ્યા છે
, તેથી અમે અમારો પારાયણ કાર્યક્રમ પાછો ખેંચી લીધો છે.

Advertisement

Maharashtra | Our aim was fulfilled, though Ravi Rana & I couldn't reach 'Matoshree' (CM Uddhav Thackeray's residence), Hanuman chalisa that was supposed to be chanted by us was chanted by bhakts outside the CM's residence: Amravati MP Navneet Rana on Hanuman Chalisa controversy pic.twitter.com/tDdkPZcCw1

— ANI (@ANI) April 23, 2022

" title="" target="">javascript:nicTemp();

શિવસેનાના કાર્યકરોએ રવિ રાણા અને નવનીત કૌર રાણાની યોજનાઓને નિષ્ફળ
બનાવવા માટે શનિવારે ખારમાં તેમના નિવાસસ્થાનની બહાર ધરણા કર્યા હતા. પોલીસ
અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે અને દંપતીને તેમના
ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.
ભાજપના નેતા અમિત માલવિયાએ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે હનુમાન
ચાલીસાના પાઠ પર કટાક્ષ કર્યો હતો. શનિવારે તેમણે ટ્વીટ કર્યું હતું કે બાળાસાહેબ
ઠાકરેનો પુત્ર હનુમાન ચાલીસાથી ડરે છે.

Advertisement

Tags :
Advertisement

.