AMCની સામાન્ય સભામાં કોર્પોરેટરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, જુઓ શરમજનક દ્રશ્યો
સોમવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમાન્ય સભા તોફાની બની હતી. શાસક પક્ષ ભાજપ તથા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી અને ધક્કામુક્કી થઇ હતી. પાણી, પ્રદૂષણ તથા ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા. સામાન્ય સભામાં પ્રજાની સમસ્યાઓ, તેમની સુવિધાઓ અને વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવાની હોય છે. તેના
02:20 PM Apr 25, 2022 IST
|
Vipul Pandya
સોમવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમાન્ય સભા તોફાની બની હતી. શાસક પક્ષ ભાજપ તથા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી અને ધક્કામુક્કી થઇ હતી. પાણી, પ્રદૂષણ તથા ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા. સામાન્ય સભામાં પ્રજાની સમસ્યાઓ, તેમની સુવિધાઓ અને વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવાની હોય છે. તેના બદલે પ્રજાના સેવકો સામાન્ય સભામાં મારામારી કરી રહ્યા છે.
આજે સામાન્ય સભાની શરુઆતથી જ વિપક્ષ સત્તા પક્ષને ઘેરવાના મૂડમાં હતો. જેના કારણે હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સામાન્ય સભામાં પહોંચ્યા હતા. વિપક્ષી કોર્પોરેટરોએ પ્રદૂષિત પાણી, પ્રદૂષણ તથા ભ્રષ્ટાતારનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ તેઓ હાથમાં પ્રદૂષિત પાણીની બોટલ પણ લાવ્યા હતા. ત્યારબાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. અંતે આ ઘર્ષણ મારામારી અને ઝપાઝપીમાં પરિણમ્યું હતું.
ભાજપના લોકો તાનાશાહી પર ઉતરી આવ્યા - વિપક્ષ
એમદાાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝખાન પઠાને ભાજપ પર તાનાશાહીનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. અમે તંત્રને પ્રદૂષિત પાણી મુદ્દે સવાલ કર્યા તો તેઓ તાનાશાહી પર ઉતરી આવ્યા છે.
મેયરે શું કહ્યું?
બોર્ડ ચાલું થાય તે પહેલા જ કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો થયા હતા. ગયા બોર્ડમાં પણ તેમણે આવું જ કર્યુ હતું. પક્ષના નેતા ભાસ્કરભાઇ દ્વારા આંકડા સાથે રજૂઆત કરતા મામસો બિચક્યો હતો. ત્યારબાદ બંને પક્ષ આમને સામને આવી ગયા હતા. હું જ્યારે બેઠો હતો ત્યારે આવી કોઇ મારામારી થઇ નહોતી. હું મારી ચેમ્બરમાં આવ્યો ત્યારબાદ આવું કંઇ થયું હોય તો મને ખબર નથી.
Next Article