હૈલોવીન ફેસ્ટીવલમાં અનેક લોકોને આવ્યા હાર્ટ એટેક, જાણો શું છે આ Festival
દક્ષિણ કોરિયાની રાજધાની રિયોલમાં નો-માસ્ક હૈલોવીન ફેસ્ટીવલમાં (Halloween 2022) અનેક લોકો એકઠાં થયા હતા. આ દરમિયાન અનેક લોકોને હાર્ટ એટેક આવ્યો. આ ફેસ્ટીવલમાં લગભગ 1 લાખ લોકો હાજર હતાય રાષ્ટ્રપતિ યૂં સુક-એઓલે રિસ્પોન્સ ટીમને તાત્કાલિક એક્શન લેવા આદેશ કર્યો છે.ફાયર વિભાગે જણાવ્યું કે, ભારે ભીડના કારણે 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને હાર્ટ એટેક જેવી સમસ્યા ઉભી થઈ. મહામારી બાદ પહેલીવાર àª
06:24 PM Oct 29, 2022 IST
|
Vipul Pandya
દક્ષિણ કોરિયાની રાજધાની રિયોલમાં નો-માસ્ક હૈલોવીન ફેસ્ટીવલમાં (Halloween 2022) અનેક લોકો એકઠાં થયા હતા. આ દરમિયાન અનેક લોકોને હાર્ટ એટેક આવ્યો. આ ફેસ્ટીવલમાં લગભગ 1 લાખ લોકો હાજર હતાય રાષ્ટ્રપતિ યૂં સુક-એઓલે રિસ્પોન્સ ટીમને તાત્કાલિક એક્શન લેવા આદેશ કર્યો છે.
ફાયર વિભાગે જણાવ્યું કે, ભારે ભીડના કારણે 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને હાર્ટ એટેક જેવી સમસ્યા ઉભી થઈ. મહામારી બાદ પહેલીવાર આઉટડોર નો-માસ્ક હેલોવીન કાર્યક્રમનો ઉત્સવ મનાવતા વિસ્તારમાં કથિત રીતે 1 લાખ લોકો હાજર હતા.
શું છે હૈલોવીન ફેસ્ટિવલ?
હૈલોવીન ફેસ્ટિવલ (Halloween 2022) પશ્ચિમી દેશોમાં મનાવવામાં આવે છે. હવે તો દુનિયાના અનેક ભાગોમાં આ ફેસ્ટીવલ ઉજવાય છે. હેલોવીનની રાતે ચંદ્ર તેના નવા અવતારમાં જોવા મળે છે તેવું કહેવામાં આવે છે. પૂર્વજોના આત્માની શાંતી માટે આ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ભયાનક વેશભૂશા ધારણ કરે છે. ખિસ્તી ધર્મના લોકો આ ફેસ્ટીવલ ધુમધામથી મનાવે છે. હેલોવીન અમેરીકા, ઈંગ્લેન્ડ અને યૂરોપિયન દેશોમાં મનાવવામાં આવે છે પરંતુ આ તહેવારની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડથી થઈ હતી. હૈલોવીનનો ઈતિહાસ 2000 વર્ષથી પણ જુનો માનવામાં આવે છે. પહેલા આ તહેવાર સૈમહાઈન તરીકે ઓળખાતો હતો.
Next Article