Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વની અડધી મહિલાઓએ તેમની સંમતિ વિના જ ધારણ કરવો પડે છે ગર્ભ: યુએનનો અહેવાલ

દર વર્ષે વિશ્વભરમાં ગર્ભવતી બનેલી 121 મિલિયન સ્ત્રીઓમાંથી લગભગ અડધી સ્ત્રીઓ તેમની સંમતિ વિના ગર્ભવતી બને છે. માત્ર 57% સ્ત્રીઓ પ્રજનન અને લૈંગિક નિર્ણયો લેવામાં સક્ષમ છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ-2022 મુજબ, લગભગ 60 ટકા મહિલાઓ જેઓ સંમતિ વિના ગર્ભ ધારણ કરે છે તેઓ ગર્ભપાત કરાવે છે. આ કુલ ગર્ભપાતમાંથી, 45 ટકા અસુરક્ષિત છે, જેના કારણે માતા મૃત્યુ દર 5-13 ટકા છે.Â
વિશ્વની અડધી મહિલાઓએ તેમની સંમતિ વિના જ ધારણ કરવો પડે છે ગર્ભ  યુએનનો અહેવાલ
Advertisement
દર વર્ષે વિશ્વભરમાં ગર્ભવતી બનેલી 121 મિલિયન સ્ત્રીઓમાંથી લગભગ અડધી સ્ત્રીઓ તેમની સંમતિ વિના ગર્ભવતી બને છે. માત્ર 57% સ્ત્રીઓ પ્રજનન અને લૈંગિક નિર્ણયો લેવામાં સક્ષમ છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ-2022 મુજબ, લગભગ 60 ટકા મહિલાઓ જેઓ સંમતિ વિના ગર્ભ ધારણ કરે છે તેઓ ગર્ભપાત કરાવે છે. આ કુલ ગર્ભપાતમાંથી, 45 ટકા અસુરક્ષિત છે, જેના કારણે માતા મૃત્યુ દર 5-13 ટકા છે. 
યુએન પોપ્યુલેશન ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નતાલિયા કેનેમના જણાવ્યા અનુસાર, અનિચ્છનીય ગર્ભાવસ્થાના આ આંકડા મહિલાઓ અને છોકરીઓના મૂળભૂત અધિકારો પ્રત્યે સમગ્ર વિશ્વની નિષ્ફળતા દર્શાવે છે.
રિપોર્ટ અનુસાર, 1990 થી 2019 ની વચ્ચે, દર હજાર મહિલાઓએ અનિચ્છનીય ગર્ભાવસ્થાની સંખ્યા 79 થી ઘટીને 64 પર આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, 64 દેશો કે જ્યાંથી મહિલાઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 47 દેશોમાં 40% મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરતી નથી. કુલ 23% મહિલાઓ ઈચ્છતી ન હોવા છતાં પણ સેક્સ માટે ના કહી શકતી નથી અને 8% ગર્ભનિરોધકનો નિર્ણય લેવામાં અસમર્થ છે.
સંયુક્ત રાષ્ટ્રના ચોંકાવનારા આંકડા
  • દર વર્ષે 12.1 કરોડ મહિલાઓ ગર્ભ ધારણ કરે છે.
  • માત્ર 57% સ્ત્રીઓ પ્રજનન અને લૈંગિક અધિકારોના નિર્ણયો લેવામાં સક્ષમ છે. 
  • 23 ટકા મહિલાઓ ઈચ્છા ન હોવા છતાં પણ સેક્સ માટે ના કહી શકતી નથી.
  • 8% ગર્ભનિરોધક પર નિર્ણય લેવામાં અસમર્થ
Tags :
Advertisement

.

×