Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિમાનની બારી પર ગુટખાની પિચકારી, વાયરલ થયેલા ફોટાએ ધૂમ મચાવી

વિમાનની બારી પર કોઇએ ગુટખાની પિચકારી મારી હોય તેવો ફોટો આઇએએસ અધિકારીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેના પર લોકોની મજેદાર કોમેન્ટ આવી રહી છે. એક તરફ વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે. એક કદમ સ્વચ્છતા કી ઓર વાક્ય હવે ઘેર ઘેર જાણીતુ બની ગયું છે.જો કે તેવામાં જ સોશિયલ મીડિયામાં એક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ફોટાને જોતા લાગી રહ્યું છે કે સાર્વજનિક સફાઇને લોકà«
05:09 PM May 26, 2022 IST | Vipul Pandya
વિમાનની બારી પર કોઇએ ગુટખાની પિચકારી મારી હોય તેવો ફોટો આઇએએસ અધિકારીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેના પર લોકોની મજેદાર કોમેન્ટ આવી રહી છે. 
એક તરફ વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે. એક કદમ સ્વચ્છતા કી ઓર વાક્ય હવે ઘેર ઘેર જાણીતુ બની ગયું છે.જો કે તેવામાં જ સોશિયલ મીડિયામાં એક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ફોટાને જોતા લાગી રહ્યું છે કે સાર્વજનિક સફાઇને લોકો સહજતાથી લઇ રહ્યા છે. આ ફોટોને આઇએએસ અધિકારી અવનીશ સરણે ટ્વિટ કર્યો છે, જેના પર અનેક મીમ પણ બની રહ્યા છે. 
આઇએએસ અવનીશ શરણે ટ્વિટર પર વિમાનની અંદર વાળી બારીનો ફોટો ટ્વિટ કર્યો છે. આ ફોટો સામાન્ય નથી. તેમાં બારીની બિલકુલ નીચે ગુટખાનો ધબ્બો દેખાઇ રહ્યો છે. ફોટો શેર કરીને અવનીશ શરણે કટાક્ષ કર્યો છે કે અપની પહચાન છોડ દી કીસીને 

આ તસ્વીર વાયરલ થતાં જ લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટો રજી કરી હતી જેમાં એક યુઝર્સે લખ્યું કે બોલો જુંબા કેસરી તો આઇપીએસ અધિકારી સૂરજસિંહે પ્રતિક્રિયા આપી કે અપની પરવરિશ, સંસ્કાર ઓર સંસાર એસે કોન પીછે છોડતા હે. આ ફોટા પર અત્યાર સુધી 11 હજાર લાઇક અને કોમેન્ટો આવી ચુકી છે. કેટલાક લોકોએ આના માટે ફિલ્મ સુપરસ્ટારોને પણ દોષીત માન્યા છે અને તમાકુની બનાવટોનું સેવન કરવા ફિલ્મસ્ટારો સમર્થન આપે છે તેમ જણાવાય છે. 
આ અગાઉ આઇએએસ શરણે ટ્વિટર પર હાવડા બ્રિજનો ફોટો શેર કર્યો હતો જેમાં આખો પિલર તમાકુ અને પાનની પિચકારીવાળો હતો અને તેમણે આ ફોટો શાહરરુખખાન, અજય દેવગન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનને પણ ટેગ કર્યા હતા. 
Tags :
CommentGujaratFirstGutkhaIASinjectionPlaneTobaccoViralPhoto
Next Article