Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ આફ્રિકાના ભ્રષ્ટાચારના આરોપી ગુપ્તા બંધુઓની યુએઇમાં ધરપકડ

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની નિકટના ગણાતા અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ગુપ્તા બંધુઓની સંયુક્ત આરબ અમીરાતમાં ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાની સરકારે તેની પુષ્ટિ કરી હતી. ધરપકડ બાદ ભ્રષ્ટાચારના આરોપી ગુપ્તા બંધુઓને પરત લાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. જો કે તે પરત ફરશે કે નહી તે હજુ સ્પષ્ટ નથી. વાસ્તવમાં, બંને દેશોએ એપ્રિલ, 2021માં પ્રત્યાર્પણ સંàª
દક્ષિણ આફ્રિકાના ભ્રષ્ટાચારના આરોપી ગુપ્તા બંધુઓની યુએઇમાં ધરપકડ
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની નિકટના ગણાતા અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ગુપ્તા બંધુઓની સંયુક્ત આરબ અમીરાતમાં ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાની સરકારે તેની પુષ્ટિ કરી હતી. 
ધરપકડ બાદ ભ્રષ્ટાચારના આરોપી ગુપ્તા બંધુઓને પરત લાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. જો કે તે પરત ફરશે કે નહી તે હજુ સ્પષ્ટ નથી. વાસ્તવમાં, બંને દેશોએ એપ્રિલ, 2021માં પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. સરકારનું કહેવું છે કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
 સાઉથ આફ્રિકામાં  2009-2018 વચ્ચે વ્યાપક ભ્રષ્ટાચાર  થયો હતો. ગુપ્તા બંધુઓ અજય, અતુલ અને રાજેશ ગુપ્તા પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથેના નજીકના જોડાણને કારણે મોટા પાયે અબજોની સ્થાનિક ચલણની ઉચાપત કરવાનો આરોપ છે. આ ભ્રષ્ટાચાર 2009 થી 2018 વચ્ચે કરવામાં આવ્યો હતો. જોકે, કૌભાંડો સામે આવ્યા બાદ તે દક્ષિણ આફ્રિકા ભાગી ગયા હતા. તેમની વિરુદ્ધ અનેક પ્રદર્શનો પણ થયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ પ્રથમ વખત સ્વીકાર્યું કે આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં મતભેદોને કારણે દેશમાં કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા ગુપ્તા પરિવાર સામે યોગ્ય કાર્યવાહી થઈ શકી નથી.
ઉલ્લેખનિય છે કે અજય, અતુલ અને રાજેશ ગુપ્તા 1994માં પરિવાર સાથે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાના ખૂબ નજીક હતા. ટૂંક સમયમાં જ ગુપ્તા બંધુઓ દક્ષિણ આફ્રિકાના ટોચના પાંચ ધનિકોમાં સામેલ થઈ ગયા હતા.  ઉદ્યોગપતિ ગુપ્તા બંધુઓ મૂળ સહારનપુરના છે. તેમના પિતા શિવકુમારની સહારનપુરમાં રાશનની દુકાન હતી. સહારનપુરના રાની બજારમાં તેમનું પૈતૃક ઘર છે.
Advertisement
Tags :
Advertisement

.