Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાપાનમાં બંદૂકના કાયદા કડક, દર 400 વ્યક્તિએ 1ને લાયસન્સ મળે છે

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ એવો સવાલ પણ ઊભો થયો કે જે વ્યક્તિ સૌથી સુરક્ષિત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે તેમને ગોળી મારી દેવામાં આવી. જાપાનમાં બંદૂકના કડક કાયદા ખુબ કડક છે છતાં ત્યાં જાહેરમાં ગોળીબાર થાય તે ઘટનાએ વિશ્વને ચોંકાવી દીધું છે. શિન્ઝો આબે એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી. આ દર્શાવે છે
07:32 AM Jul 09, 2022 IST | Vipul Pandya
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ એવો સવાલ પણ ઊભો થયો કે જે વ્યક્તિ સૌથી સુરક્ષિત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે તેમને ગોળી મારી દેવામાં આવી. જાપાનમાં બંદૂકના કડક કાયદા ખુબ કડક છે છતાં ત્યાં જાહેરમાં ગોળીબાર થાય તે ઘટનાએ વિશ્વને ચોંકાવી દીધું છે. 
શિન્ઝો આબે એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી. આ દર્શાવે છે કે હત્યારો તેની યોજનામાં સફળ રહ્યો હતો કારણ કે આબેની સુરક્ષા વ્યવસ્થા બેદરકારી હતી અને તેની સુરક્ષા અંગે કોઈ તકેદારી નહોતી.
શિન્ઝો આબેની હત્યા વૈશ્વિક સ્તરે પણ આઘાતજનક છે કારણ કે જાપાનને સૌથી સુરક્ષિત અને શાંતિપ્રિય દેશોમાં ગણવામાં આવે છે. લડાઈ અને તણાવના વાતાવરણમાં પણ અહીંના નાગરિકોમાં એક ખાસ પ્રકારની સહનશક્તિ જોવા મળે છે. આ ઉપરાંત આધુનિક ટેક્નોલોજીના સૌથી મોટા કેન્દ્ર તરીકે વિકસ્યા પછી પણ અહીંના લોકો સાદું જીવન જીવવામાં માને છે. આ પ્રકારનું જીવન અહીંની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. અહીં બંદૂક રાખવા અંગેનો કાયદો ઘણો કડક છે. 
  • જાપાનમાં માત્ર એર રાઈફલ્સ અને શોટગન વેચવાની છૂટ છે.
  • બંદૂકનું લાઇસન્સ મેળવવા માટે પણ તેઓએ લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે અને લાયસન્સ મળ્યા પછી પણ દર ત્રણ વર્ષે આ પરીક્ષા આપવી પડશે.
  • શૂટિંગ રેન્જમાં 95 ટકા ચોકસાઈ સાથે શૂટિંગ ટેસ્ટ પાસ કરવી પડે છે.
  • આ તમામ બાબતોની સાથે લાયસન્સ લેનાર વ્યક્તિની માનસિક સ્થિતિ, ડ્રગ્સ ટેસ્ટ અને ગુનાહિત પૃષ્ઠભૂમિ પણ જાણવામાં આવે છે.
  • જાપાનમાં ખાનગી બંદૂકોની સંખ્યા ઘણી ઓછી છે.
  • દર વર્ષે પોલીસ વેરિફિકેશન થાય છે. લાયસન્સ રિન્યુ કરાવવા માટે લેખિત પરીક્ષા આપવી પડે છે.
  • સંગઠિત ગુનામાં બંદૂકનો ઉપયોગ કરવા બદલ 15 વર્ષની જેલ.
  • એકથી વધુ બંદૂક રાખવી પણ ગેરકાયદેસર છે. તેને 15 વર્ષની જેલ પણ થઈ શકે છે.
  • જાહેર સ્થળે બંદૂક લહેરાવવા બદલ આજીવન કેદ સુધીની સજા.
આ જ કારણ છે કે જ્યારે શિન્ઝો આબેની બંદૂક વડે હત્યા કરવામાં આવી ત્યારે દુનિયા ચોંકી ગઈ હતી. એક તરફ, અન્ય દેશોમાં શૂટિંગ સામાન્ય બની છે, જ્યારે જાપાનમાં આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે.
જાપાનમાં દર 400 વ્યક્તિએ એક વ્યક્તિને બંદૂકનું લાઇસન્સ મળે છે. વર્ષ 2018માં જાપાનમાં થયેલા ફાયરિંગમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે આ આંકડા અમેરિકામાં જોવામાં આવે તો અહીં ફાયરિંગમાં 39740 લોકોના મોત થયા હતા. બીજી તરફ લાઈસન્સ મેળવવાની વાત કરીએ તો અમેરિકામાં 400 લોકોને 480 બંદૂકના લાઇસન્સ આપવામાં આવ્યા છે, એટલે કે વસ્તી કરતા વધુ લાઈસન્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
Tags :
GujaratFirstGunlawsJapanShinzoAbe
Next Article