Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

‘ વિસામો’ અને ‘કાશીનો દિકરો’ ગુજરાતી ચલચિત્રોની કરીએ આજે વાત..

પ્રારંભના વર્ષોમાં ગુજરાતી ચલચિત્રોને ગુજરાત સરકાર તરફથી કરમુક્તિનો લાભ મળતો નહોતો. કદાચ એ વખતે આપણે દ્વિભાષી રાજ્યનો હિસ્સો હતા. એ પણ એક કારણ હોઇ શકે. ગુજરાત રાજ્યની અલગ રચના પછીના થોડાક વર્ષો બાદ રાજ્ય સરકારે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા તથા ગુજરાતી ચલચિત્રના વિકાસ માટે કરમુક્તિની જાહેરાત કરી એ પછી ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં ઘોડાપૂર આવ્યું એ આખા ગાળામાં કોઇ એક યા બીજ
06:48 AM Mar 04, 2022 IST | Vipul Pandya
પ્રારંભના વર્ષોમાં ગુજરાતી ચલચિત્રોને ગુજરાત સરકાર તરફથી કરમુક્તિનો લાભ મળતો નહોતો. કદાચ એ વખતે આપણે દ્વિભાષી રાજ્યનો હિસ્સો હતા. એ પણ એક કારણ હોઇ શકે. ગુજરાત રાજ્યની અલગ રચના પછીના થોડાક વર્ષો બાદ રાજ્ય સરકારે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા તથા ગુજરાતી ચલચિત્રના વિકાસ માટે કરમુક્તિની જાહેરાત કરી એ પછી ગુજરાતી ચલચિત્રોના નિર્માણમાં ઘોડાપૂર આવ્યું એ આખા ગાળામાં કોઇ એક યા બીજા કારણસર ઉત્તમ ચલચિત્રોની સાથે થોડા નબળા ચલચિત્રો પણ નિર્માણ પામ્યા અને ચાલ્યા પણ ખરા એના કારણોમાંનું એક કારણ કદાચ એ પણ હોઇ શકે કે પહેલીવાર ગુજરાતી ચલચિત્રો તરફ ગ્રામ્ય પ્રદેશોમાં માંગ વધી હતી અને સમાંતરે નાના શહેરો અને કસબાઓમાં પણ સિનેમાના થિયેટરો બનવા માંડ્યા હતા. 
આપણે ગુજરાતી ચલચિત્રોનીવાત કરી રહ્યા છીએ ત્યારે બીજા અનેક ચલચિત્રોની સાથે બે ઉત્તમ ચલચિત્રોને યાદ કરી લઇએ. 70ના દાયકામાં હિન્દી ફિલ્મોના અને ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના આપણા એક સમર્પિત અભિનેતા કૃષ્ણકાંત - જેને આપણે કે કેના હુલામણા નામે બોલાવતા હતા. તેમના દ્રારા નિર્મિત અને અભિનીત ફિલ્મ ‘વિસામો’ આજે ખૂબજ વકરી રહેલી વયસ્ક નાગરિકોની પાછલી ઉમરની વિષમ પરિસ્થીતીને ઉજાગર કરતી. આ ફિલ્મમાં દિના પાઠક સહિત અનેક કુશળ અભિનેતાઓએ આ ચિત્રને દિપાવ્યું હતું. આર્ટ ફિલ્મના દરજ્જામાં મુકી શકાય તેવી “વિસામો” ચલચિત્રને ભલે ટિકીટબારી પર ઝાઝી સફળતાના મળી હોય પણ એકદમ દમદાર અભિનેતાના દમદાર નિર્માણમાં દમદાર વિષય સાથે બનેલી ફિલ્મ વિસામો સાચા અર્થમાં ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસનો ગૌરવવંતો વિસામો બની રહી છે. આજ શ્રેણીમાં આવેલી ફિલ્મ “કાશીનો દિકરો” પણ ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં આગવી ઓળખ સમી બની રહી. જાણીતા સ્ત્રી સાહિત્યકાર વિનોદીની નીલકંઠની વાર્તા ઉપર આધારિત આ ચલચિત્રમાં ગુજરાતી ચલચિત્રમાં ગુજરાતી પરિવારના જીવન પ્રવાહમાં આવતા કેટલાક નાજુક છતાં હૈયુ હચમચાવી નાખે તેવા વળાંકો અને પ્રસંગો એવી સાહજીકતાથી ચિત્રીત કરાયા હતા કે આપણે પ્રેક્ષક તરીકે ફિલ્મ નહીં પણ આપણા ઘર શહેર કે પરિવારની વાત જોતા સાંભળતા હોઇએ તેવું લાગે. 
આ ફિલ્મમાં ગુજરાતી સુગમ સંગીતના દિગ્ગજ કહી શકાય તેવા ક્ષેમુ દિવેટીયાએ સંગીત આપીને ફિલ્મ કાશીનો દિકરોને ગુજરાતી પણાની યાદગાર ઉંચાઇ આપી હતી. “ જીગર અને અમી” તથા “કંકુ” વગેરે ચલચિત્રો પણ આ શ્રેણીમાં મુકી શકાય  જેની વાતફરી કોઇકવાર… 
(ક્રમશ:) 
Tags :
GujaratFirstGujaratiFilmvisamo
Next Article