ગુજરાતના રાજકારણમાં નવા જ પ્રકારનો ગરમાવો
ગુજરાતમાં ચૂંટણીઓ આવે ત્યારે ખરી પરંતુ અત્યારથી જ ચૂંટણીઓ પૂર્વેના આયોજનો અને વ્યૂહરચનાઓના સંકેતો મળવા માંડ્યા છે. જે પરિસ્થિતિ આકાર લઇ રહી છે તેમાં ઊંટ કઈ દિશામાં બેસે છે તેની કોઈ કલ્પના કરી શકાતી નથી. પણ એ બધા સમાચારોથી ગુજરાતના રાજકારણમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો એક જુદા જ પ્રકારનો ગરમાવો જોવા મળી રહ્યો છે.ઘણા લાંબા સમયથી ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે કે
ગુજરાતમાં ચૂંટણીઓ આવે ત્યારે ખરી પરંતુ અત્યારથી જ ચૂંટણીઓ પૂર્વેના આયોજનો અને વ્યૂહરચનાઓના સંકેતો મળવા માંડ્યા છે. જે પરિસ્થિતિ આકાર લઇ રહી છે તેમાં ઊંટ કઈ દિશામાં બેસે છે તેની કોઈ કલ્પના કરી શકાતી નથી. પણ એ બધા સમાચારોથી ગુજરાતના રાજકારણમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો એક જુદા જ પ્રકારનો ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઘણા લાંબા સમયથી ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તેની ચર્ચાઓ ગરમાગરમ રીતે ચાલતી રહી છે અને હવે પાઘડીનો વળ છેડે આવ્યો હોય તેવું લાગે છે. નરેશભાઇ કે બીજા કોઈ પણ રાજકારણી મગનું નામ મરી પાડતા નથી તેની પાછળ પણ ચૂંટણીની વ્યૂહરચનાનું ગણિત જ કામ કરે છે. અલબત્ત નરેશભાઈ આવે છે ના હોકારા - દેકારા ઘણા લાંબા ચાલ્યા. નરેશભાઈના રાજકારણ પ્રવેશના કારણે ઉભો થનારો રોમાંચ કંઇક આવશે શમવા તરફ છે. વળી છેલ્લા બે-એક દિવસથી તેમના દ્વારા અને તેમના નજીકના માણસો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે વિધાનો કરવામાં આવી રહ્યા છે. તેણે ફરીથી એક જુદા જ પ્રકારનો રાજકીય ગરમાવો ફરીથી ઉભો કર્યો છે.
બીજી બાજુ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનો ભાર વહન કરતા અને પાટીદાર આંદોલનમાંથી મળી આવેલા સક્ષમ કહી શકાય તેવા યુવા નેતા હાર્દિક પટેલે પણ પોતાનો સૂર બદલાયો છે તેઓ પણ મગનું નામ મરી પાડતા નથી. પણ રોજેરોજ કોઈ એક એવું વિધાન કે કોઈ એક એવો કાર્યક્રમ અને એક કાર્યક્રમમાં તેમણે આપેલી હાજરી વગેરેના સંકેતો તેઓ પોતે પણ વાડ ઉપર બેઠા હોય તેવો સંકેત આપી જાય છે. નરેશ પટેલ અને હાર્દિક પટેલ બંને પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી બંને વચ્ચે વ્યક્તિત્વનું ઘર્ષણ હશે કે પછી બંને વચ્ચેની કોઈ ગુપ્ત સમજણ હશે તે કળવું અઘરું થઈ પડ્યું છે.
બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી લાભ ખાટી જવા માટે પોતાની રીતે પોતાના પ્યાદા ગોઠવી રહ્યું છે. પંજાબમાં આમ આદમીને મળેલી અચાનક અસાધારણ સફળતા એ તેની ઇચ્છા શક્તિ અને મહત્ત્વાકાંક્ષામાં વધારો કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે બે ચાર દિવસમાં પાઘડીનો વળ છેડે આવી ગયો હોય એવું લાગે છે અને નરેશ પટેલ અને હાર્દિક પટેલ અને બીજા કેટલાક પડદા પાછળ રહેલા બહુ નહી બોલાતા છતાં મહત્વના નામો પણ ગુજરાતના રાજકારણમાં આમથી તેમ ગુલાટ મારીને આ ધરથી પેલા ઘર આવે તેવા સંજોગો પેદા થતા દેખાઈ રહ્યા છે.
આજે તો રાજકીય ચાલબાજીમાં સૌને મહાત કરતું ભારતીય જનતા પક્ષનું વહીવટીતંત્ર ચૂપચાપ આ તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગે છે. અલબત્ત આજ ચૂપકીદી પર છેલ્લી પણ હોઈ શકે અંદરખાને ઘણા બધા દાવ-પેચ રમતા હોય તો ના નહીં!
સામાન્ય પ્રજા બધું સમજે છે ઝીણી આંખો કરીને, સરવા કાન કરીને બધું સાંભળે છે. રાજકીય ગરમાવામાં પોતાનો આનંદ શોધી લે છે પણ એનો અર્થ એ નથી કે સામાન્ય પ્રજાને આ બધી રાજ રમતોની ખબર પડતી નથી.
છેલ્લે તો ચૂંટણીઓ આવશે અને નિર્ણાયક રીતે કયો પક્ષ સારો દેખાવ કરશે તેની ચર્ચાઓ ચોરે અને ચૌટે સાંભળવા મળે છે. અને એ રીતે એવું લાગે છે કે એકાદ અઠવાડિયામાં ગુજરાતના રાજકારણમાં આપણને બહુ મોટા પરિવર્તનો જોવા મળે તો નવાઈ નહીં!
Advertisement