Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેશનલ ગેમ્સના ઈતિહાસમાં ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, જીત્યા આટલા મેડલ

સુરતના (Surat) પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 36મી રાષ્ટ્રીય રમતોનો શાનદાર સમાપન કાર્યક્રમ યોજાયો.  ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ, સ્પીકરશ્રી ઓમ બિરલા, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં
નેશનલ ગેમ્સના ઈતિહાસમાં ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન  જીત્યા આટલા મેડલ
સુરતના (Surat) પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 36મી રાષ્ટ્રીય રમતોનો શાનદાર સમાપન કાર્યક્રમ યોજાયો.  ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ, સ્પીકરશ્રી ઓમ બિરલા, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં 36મી નેશનલ ગેમ્સનો (National Games 2022) ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા 36મી નેશનલ ગેમ્સના સમાપનની જાહેરાત કરાઈ અને ભારતીય ઑલોમ્પિક સંઘનો ફ્લેગ સન્માન સાથે ગોવાના રમતગમત મંત્રીને સોંપવામાં આવ્યો હતો.
8 હજારથી વધારે રમતવીરોએ ભાગ લીધો
રાજા ભાલિન્દ્ર સિંહના સમ્માનમાં ભારતીય ઓલિમ્પિક સંઘ આપવામાં આવતી ટ્રોફી સર્વિસિઝ સ્પર્ટ્સ કંટ્રોલ બોર્ડને એનાયત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે 7 વર્ષ  બાદ દેશના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ રમતોત્સવનું આયોજન કર્યું હતું. રાજ્ય સરકારે 100 દિવસથી પણ ઓછા સમયમાં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. સાથે જ દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ભારતના શ્રેષ્ઠ 8,000થી રમતવીરોએ ભાગ લઈને રમતોના સૂત્ર  જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાને સાર્થક કર્યું હતું.
ગુજરાતે 12મું સ્થાન મેળવ્યું
માનનીય ઉપ-રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે સતત ચોથી વખત સર્વિસિઝ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડની ટીમને પ્રતિષ્ઠિત રાજા ભાલીન્દ્ર સિંહ ટ્રોફી આપી. તેઓએ 61 ગોલ્ડ, 35 સિલ્વર અને 32 બ્રોન્ઝ જીત્યો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ મેડલ સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને રહ્યું હતું. મહારાષ્ટ્રએ 39 ગોલ્ડ, 38 સિલ્વર અને 63 જીતીને શ્રેષ્ઠ રાજ્ય ટ્રોફી જીતી બીજા ક્રમે રહ્યું હતું જ્યારે હરિયાણા 38 ગોલ્ડ, 38 સિલ્વર, 39 બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. મહારાષ્ટ્ર અને હરિયાણા વચ્ચે અંત સુધી સારી ટક્કર ચાલી હતી. ગુજરાતે પણ નેશનલ ગેમ્સના ઈતિહાસમાં તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા કુલ 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.  ગુજરાતે નેશનલ ગેમ્સ ટૂર્નામેન્ટમાં કુલ 49માંથી 12મું સ્થાન મેળવ્યું હતું.
નેશનલ ગેમ્સનો વાયરલ સ્ટાર 'શૌર્યજીત ખૈરે'
ગુજરાતનો 10 વર્ષનો શૌર્યજીત ખૈરે (મલ્લખંભ) સૌથી યુવા  મેડલ વિજેતા બન્યો હતો. તેણે થોડાં દિવસો પહેલા જ તેના પિતાને ગુમાવ્યા પછી રમવા આવ્યો હતો અને તે નેશનલ ગેમ્સનો 'વાઈરલ સ્ટાર' તરીકે ઉભરી આવ્યો હતો.
બેસ્ટ એથલેટ્સ
કેરળના સાજન પ્રકાશ અને કર્ણાટકના હાશિકા રામચંદ્ર શ્રેષ્ઠ એથ્લેટ્સનો તાજ મળ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાજન પ્રકાશ (5 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ) ને બેસ્ટ મેલ એથ્લેટ અર્પણ કર્યો હતો. જન પ્રકાશનું આ સતત બીજું સન્માન હતું, તેણે 2015માં પણ આ જ ટ્રોફી જીતી હતી. કર્ણાટકની હાશિકા રામચંદ્ર માંડ 14 વર્ષની છે તેણે 6 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ સાથે શ્રેષ્ઠ મહિલા એથ્લેટનો તાજ મેળવ્યો. તેણીને માનનીય લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલા પાસેથી તેણીનો પુરસ્કાર મળ્યો હતો.
2023ના યમજમાં ગોવાને ધ્વજ સોંપાયો
મેડલ જીતવા મામલે કર્ણાટક, તમિલનાડુ અને કેરળ અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મણિપુરે દરેકે 20 ગોલ્ડ મેળવ્યા હતા. 29 જેટલી ટીમોએ ઓછામાં ઓછું એક સુવર્ણ જીત્યું હતું. રાષ્ટ્રીય રમતનો ધ્વજ 2023ની આવૃત્તિના યજમાન ગોવાના રમતગમત મંત્રી ગોવિંદ ગૌડેના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને સોંપવામાં આવ્યો હતો. 8,500 મજબૂત પ્રેક્ષકોની હાજરીમાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
Advertisement
Tags :
Advertisement

.