Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મ ઉદ્યોગમાં કરિયર અંગે કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ

બી.કે.સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડિઝ સંસ્થામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલીજેન્સ દ્રારા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું (Orientation Programme)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓ માટે વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. 9 દિવસની આ વ્યાખ્યાન શ્રેણીમાં વ્યાપાર જગત અને કોર્પોરેટજગતની જુદી જુદી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં I-MBAનાં àª
ફિલ્મ ઉદ્યોગમાં કરિયર અંગે કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ
બી.કે.સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડિઝ સંસ્થામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલીજેન્સ દ્રારા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું (Orientation Programme)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓ માટે વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. 9 દિવસની આ વ્યાખ્યાન શ્રેણીમાં વ્યાપાર જગત અને કોર્પોરેટજગતની જુદી જુદી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં I-MBAનાં પ્રથમ વર્ષના વિધાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રોગ્રામની પૂર્ણાહુતિનાં પ્રસંગે, બી.કે.સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડિઝ સંસ્થામાં આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલીજેન્સના હેડ  ડૉ. મમતા બ્રહ્મભટ્ટનાં નિમંત્રણને માન આપીને દેશના ભાવિ યુવાધન અંગે વ્યક્તિતત્વ વિકાસની ખાટી મીઠી વાતો કરતા ગુજરાતી ફિલ્મ જગત ના પ્રખ્યાત કલાકાર યશ સોની, દીક્ષા જોશી અને તર્જીની ભાડલા ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે  યુવાધન સાથે પ્રશ્નોતરી પણ કરી હતી.જેમાં IMBA Advertising and Public Relationsના વિદ્યર્થીઓએ  ફિલ્મ એક્ટિંગ અને ફિલ્મ ઉધોગને લગતા કરિયરના, ફિલ્મના લગતા  પ્રશ્ન પૂછ્યા હતા. જેમાં તમામ  વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ સારી રીતે સંવાદ સાધ્યો હતો.
આ પ્રોગ્રામનાં અંતમાં ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલીજેન્સના હેડ ડૉ. મમતા બ્રહ્મભટ્ટે અતિથિ અને ગુજરાત યુનવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી. ડૉ. હિમાંશુ પંડ્યા અને રજિસ્ટર સર ડૉ.પી.એમ. પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું હર્ષોઉલ્લાસપૂર્વક સમાપન કર્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.